×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીયોને મોટો ફાયદો! અમેરિકી વિઝા માટે બીજા દેશોથી પણ અરજી કરી શકાશે

image : Wikipedia 

નવી દિલ્હી, તા.5 ફેબ્રુઆરી, 2023, રવિવાર 

ભારતમાં અમેરિકી વિઝા માટે અપોઈન્ટમેન્ટનું વેઈટિંગ પીરિયડ હાલમાં 500 દિવસથી વધારે છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે આ અંગે આજે માહિતી આપી કે જે ભારતીયો વિદેશયાત્રા કરી રહ્યા છે તે ત્યાંના જ અમેરિકી દૂતાવાસ કે વાણિજ્ય દૂતાવાસે જઈને વિઝા અપોઈન્ટમેન્ટ મેળવી શકશે.

થાઈલેન્ડનું ઉદાહરણ આપ્યું 

આ અંગે થાઈલેન્ડનું ઉદાહરણ આપતાં અમેરિકી દૂતાવાસે કહ્યું કે ત્યાં પણ બી1 અને  બી2(યાત્રા અને બિઝનેસ) માટે અપોઈન્ટમેન્ટ કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે.  આ મામલે ભારતમાં આવેાલ અમેરિકી દૂતાવાસે ટ્વિટ કરી હતી કે શું તમે આંતરરાષ્ટ્રીય યાત્રા કરવાના છો? જો એવું હય તો તમે ત્યાં જઈને પણ અમેરિકી દૂતાવાસ કે વાણિજ્ય દૂતાવાસની મુલાકાત લઈને વિઝા અપોઈન્ટમેન્ટ મેળવી શકો છો. 

વિઝા પ્રોસેસમાં વિલંબને ઘટાડવા માટે અમેરિકાએ તાજેતરમાં નવી પહેલ શરૂ કરી હતી

વિઝા પ્રોસેસમાં વિલંબને ઘટાડવા માટે અમેરિકાએ તાજેતરમાં નવી પહેલ શરૂ કરી હતી. તેમાં પહેલીવાર અરજદારો માટે વિશેષ ઈન્ટરવ્યૂ નક્કી કરવા અને કોન્સ્યુલર સ્ટાફની સંખ્યામાં વધારો કરવાનું સામેલ છે. વિઝા બેકલોગને ઘટાડવા માટે દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ અને મુંબઈ, ચેન્નઈ, કોલકાતા તથા હૈદરાબાદમાં આવેલા વાણિજ્ય દૂતાવાસોએ પણ 21 જાન્યુઆરીએ વિશેષ શનિવાર ઈન્ટરવ્યૂ દિવસ આયોજિત કરાયો હતો.