×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં વેક્સિનના કારણે પહેલા મૃત્યુની પૃષ્ટિ, 68 વર્ષીય વડીલે ગુમાવ્યો જીવ


- કમિટીએ સ્વીકાર્યું છે કે વૃદ્ધનું મૃત્યુ વેક્સિન લીધા બાદ એનાફિલૈક્સીસના કારણે થયું

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

ભારતમાં કોરોના વેક્સિન લગાવાયા બાદ પ્રથમ મૃત્યુની પૃષ્ટિ થઈ ચુકી છે. એક 68 વર્ષીય વડીલે વેક્સિનના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી એક પેનલના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. 

વેક્સિન લીધા બાદ કોઈ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈન્ગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે AEFI માટે એક કમિટીની રચના કરી છે. આ કમિટીએ વેક્સિન લીધા બાદ થયેલા 31 મૃત્યુના એસેસમેન્ટ બાદ 68 વર્ષીય વૃદ્ધના મૃત્યુ અંગે પૃષ્ટિ કરી છે. કમિટીએ સ્વીકાર્યું છે કે વૃદ્ધનું મૃત્યુ વેક્સિન લીધા બાદ એનાફિલૈક્સીસ (Anaphylaxis)ના કારણે થયું છે. 

આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે. વૃદ્ધને 8 માર્ચ, 2021ના રોજ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેના થોડા દિવસો બાદ જ તે મૃત્યુ પામ્યા હતા.