×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં પાંચ મહિના બાદ કોરોનાના નવા કેસ 1850ને પાર, H3N2 ઈન્ફ્લુએન્ઝાના કેસમાં નોંધપાત્ર વધારો


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે રજૂ કરેલા ડેટા અનુસાર, ભારતમાં કોરોનાના 1,890 નવા કેસ નોંધાયા છે, જે 149 દિવસમાં સૌથી વધુ છે, જ્યારે સક્રિય કેસ વધીને 9,433 થઈ ગયા છે. જયારે દેશમાં 7 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,30,831 થયો છે.

 24 કલાકના ગાળામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે મૃત્યુ નોંધાયા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકના ગાળામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે મૃત્યુ નોંધાયા હતા, જ્યારે કેરળમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.  કોરોના કેસની સંખ્યા 4.47 કરોડ નોંધાઈ હતી સક્રિય કેસોમાં હવે કુલ ચેપના 0.02 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે  કોરોના કેસનો રિકવરી રેટ 98.79 ટકા નોંધાયો છે. દૈનિક હકારાત્મકતા 1.33 ટકા નોંધવામાં આવી હતી જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા 1.23 ટકા નોંધવામાં આવી હતી.

H3N2 ઈન્ફ્લુએન્ઝાના કેસમાં પણ વધારો 

નિષ્ણાતોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં વધુ ને વધુ લોકો તેમના કોરોના ટેસ્ટ કરાવી રહ્યા હોવાના પરિણામે બીમારી વકરી હોવાનું લાગે છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો થયો છે. દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. જુગલ કિશોરે કહ્યું કે, કોરોના હવે ઈન્ફ્લુએન્ઝા સમાન બની ગયો છે.