×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં નવા આઈટી નિયમોના વિવાદ વચ્ચે ટ્વિટરને આ દેશની કોર્ટે ફટકાર્યો 3,80,000 ડોલરનો દંડ


- અગાઉ કોર્ટે ફેસબુક અને ગુગલને પણ આ પ્રકારના આરોપ પર દંડ ફટકાર્યો હતો

મોસ્કો, તા. 28 મે 2021, શુક્રવાર

ભારતમાં નવા આઈટી નિયમોની સામે લડી રહેલા ટ્વીટરને રશિયામાં ફટકો પડ્યો છે. રશિયાની કોર્ટે ટ્વીટરને 2,59,000 ડોલરનો દંડ ફટકાર્યો છે. 

રશિયાની સ્થાનિક કોર્ટે ટ્વિટર પર પ્રતિબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહેતા 1.9 કરોડ રુબેલ્સ (લગભગ 2,59,000 ડોલર) નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, અનધિકૃત વિરોધ માટે કંપનીનો દંડ વધારીને 2.79 કરોડ રુબેલ્સ (3,80,000 ડોલર ) કરવામાં આવ્યો છે. એપ્રિલની શરૂઆતમાં રશિયામાં આ પ્રકારના ગુના બદલ ટ્વિટરને 1,21,000 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કોની એક કોર્ટે ફેસબુક અને ગુગલ પર આ પ્રકારના આરોપ પર દંડ ફટકાર્યો હતો. દરમિયાન, ભારત સરકારે ટ્વિટરના તાજેતરના નિવેદનમાં પ્રતિક્રિયા આપી છે, જેમાં આ સાઇટ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સામેના ‘સંભવિત ખતરા’ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારે કહ્યું કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ભારતમાં પોતાની શરતો નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને દેશની કાનૂની વ્યવસ્થાને નબળી બનાવવા માંગે છે.

આઇટી મંત્રાલયે કહ્યું કે ટ્વિટર નવા મધ્યસ્થ દિશાનિર્દેશોમાં તેજ નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરે છે જેના આધારે તે ભારતમાં કોઈપણ ગુનાહિત જવાબદારીથી સુરક્ષિત રક્ષણનો દાવો કરી રહ્યું છે.

ટ્વિટરએ જનતાના હિતોની રક્ષા માટે સહયોગી દ્રષ્ટિકોણ અને ચૂંટાયેલા અધિકારીઓ, ઉદ્યોગ અને નાગરિક સમાજની સામૂહિક જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેના પર આઇટી મંત્ર્યાલયે જણાવ્યું હતું કે, હવે એવો સમય આવી ગયો છે કે ટ્વિટર ભારતના કાયદાઓનું જ પાલન કરે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા આઇટી નિયમો અંગે વોટ્સએપે ભારત સરકાર પર દાવો કર્યો છે, જ્યારે ટ્વિટરએ આઇટી મંત્ર્યાલયને વિનંતી કરી છે કે કંપની માટે નવા મધ્યસ્થ દિશાનિર્દેશો લાગુ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાના વિસ્તરણ પર વિચાર કરવો.