×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં જળપ્રલય, યુરોપમાં ગરમીનો પ્રકોપ, બ્રિટનમાં ઇતિહાસનો સૌથી ભયંકર ગરમ દિવસ


- હવામાન વિભાગે ચીનના 68 શહેરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2022, મંગળવાર

ભારતમાં હાલ જળપ્રલયની સ્થિતિ છે જ્યારે હીટવેવના કારણે મધ્ય સ્પેનમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જેના કારણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પણ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. તેને ધ્યાનમાં રાખીને એમ્બર હીટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.


હીટવેવના કારણે ડઝનબંધ જંગલોમાં આગ લાગી છે. હીટવેવ હવે યુરોપના ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ ફ્રાન્સના બોર્ડેક્સ શહેરમાં તાપમાનનો પારો રેકોર્ડ 44 ડિગ્રી સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરી છે.

યુકેમાં સોમવારે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હોવાની આશંકા વચ્ચે દેશના લોકોને ઘરની અંદર રહેવા અને બિન-જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, અહીં પ્રથમ વખત 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી શકે છે.


બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (UKHSA)એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને હવામાન વિજ્ઞાન કાર્યાલયે ભારે ગરમીની પ્રથમ 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ ચેતવણી ભારે ગરમીથી જીવન માટે જોખમની ચેતવણી છે. બુધવારે થોડા વરસાદની આગાહી કરવામાં આવે તે પહેલાં મંગળવારે ગરમીનું મોજું તેની ટોચે પહોંચવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

યુકે મીટીરોલોજીકલ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું કે, 'અમે કદાચ બ્રિટિશ ઈતિહાસનો સૌથી ગરમ દિવસ જોઈ રહ્યા છીએ.' તેમણે કહ્યું કે, આવતીકાલે (મંગળવારે) તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ રહેવાની સંભાવના છે સંભવિત અંદાજ 41 છે.


તેમણે કહ્યું કે, 'કેટલાક અનુમાનમાં આ આંકડો 43 જણાવવામાં આવી રહ્યો છે પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તે આટલું ગરમ ​​નહીં હોય. અગાઉ 2019માં બ્રિટનમાં સૌથી વધુ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીજી તરફ સ્પેનમાં 36 થી વધુ સ્થળો પર આગી લાગી છે. તેમાંથી 2 ડઝન જંગલોમાં લાગેલી આગ હજુ કાબૂમાં નથી આવી. દેશના કુલ 2/3 ફાયર ફાઈટર્સને બચાવ અને રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી તરફ એશિયન દેશ ચીનના ઘણા શહેરો આ દિવસોમાં તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. આકરી ગરમીથી બચવા માટે લોકો અંડરગ્રાઉન્ડ શેલ્ટર્સમાં આશ્રય લીધો છે.  હવામાન વિભાગે ચીનના 68 શહેરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં શાંઘાઈ, નાનજિંગ પણ સામેલ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન આ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.