×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં ગુગલને રૂ.1,337 કરોડનો દંડ


નવી દિલ્હી  : ભારતમાં વિવિધ ઉત્પાદન, સેવાઓમાં દરેક કંપનીઓ વચ્ચે યથાવત સ્પર્ધા રહે તેના માટે તપાસ અને નિયમનકાર કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયાએ વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની ગુગલ ઉપર રૂ.૧,૩૩૭ કરોડના દંડની આજે જાહેરાત કરી છે. 

મોબાઈલમાં વપરાતી એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમમાં સ્પર્ધકો ગુગલની સામે નબળા પુરવાર થાય એવી વ્યૂહરચના માટે ગુગલ ઉપર દંડની જાહેરાત કરવામાં આવી હોવાનું કમિશને એક ટ્વીટ કરી જણાવ્યું હતું. 

ગુગલ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ બનાવે છે અને તેનું સંચાલન કરે છે. સ્માર્ટફોન માટે અત્યંત મહત્વની આ ઓપરેટીંગ સીસ્ટમ વાપરવા માટે તે મોબાઈલ ઉત્પાદકોને લાયસન્સ ઉપર આપે છે. આ અનુસાર, ગુગલ અન્ય કંપનીઓ સાથે વિવિધ પ્રકારના કરાર કરે છે જેને માડા (મોબાઈલ એપ્લીકેશન ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ) કહેવામાં આવે છે. આ કરાર અનુસાર મોબાઈલમાં સર્ચ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ક્રોમ અને અન્ય એપ્લીકેશન પણ ગુગલની પહેલેથી ઇન્સ્ટોલ કરેલી હોય છે. આ પહેલેથી ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશનના કારણે સ્પર્ધકોને નુકસાન થાય છે. 

આવી જ રીતે ગુગલની વધુ એક આવક ઉભી કરતી એપ્લીકેશન યુટ્યુબ પણ પહેલેથી જ મોબાઈલમાં હોવાથી સ્પર્ધકો ગુગલની સામે સ્પર્ધા કરી શકતા નથી. ગુગલ પોતે જ માડાના એગ્રીમેન્ટ કરી સ્પર્ધકોને બજારથી દૂર રાખે છે અને પોતે એકહથ્થુ બજાર નિયંત્રણ ધરાવે છે.