×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોવિડ વેક્સીન લેનારાઓમાં વધ્યા હાર્ટએટેકના કેસ ? આ 3 સવાલોના જવાબો શોધવા ICMRએ કમરકસી

નવી દિલ્હી, તા.20 જૂન-2023, મંગળવાર

વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો હતો. ત્યારબાદ આ વાયરસ ધીરે ધીરે વિશ્વભરમાં ફેલાયો... વર્ષ 2020 શરૂ થતાં જ ભારતમાં પણ હાલત બગડતા લોકડાઉન લગાવવું પડ્યું... ત્યારબાદ કોરોનાને પાડવા વેક્સીન બનાવવાની કવાયતો શરૂ થઈ ગઈ અને ઘણા દેશોઓ આ બિમારીની વેક્સીન શોધી કાઢી... પરંતુ 2021 શરૂ થતાં જ ભારતમાં પણ લોકોને વેક્સીન લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ... તો આ સાથે હાર્ટ એટેકના કેસોમાં પણ અચાનક વધારો જોવા મળ્યો...

વેક્સીનના કારણે હાર્ટએટેકનો ખતરો વધ્યો ?

જ્યારે એપ્રીલ-2021માં ભારતમાં કોરોનાએ ખતનાકરૂપ ધારણ કર્યું ત્યારે ત્યાં સુધીમાં સામાન્ય લોકોને વેક્સીન લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દેશભરમાં ઘણા લોકોના મોત નિપજ્યા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા તો કેટલાક લોકોના મોત હાર્ટ-એટેક તેમજ અન્ય બિમારીના કારણે થયા... ત્યારબાદ સવાલો ઉઠ્યા કે, કોરોના વાયરસને રોકવા માટે બનાવેલી વેક્સીનના કારણે લોકોમાં હાર્ટએટેકનો ખતરો વધ્યો છે.

ICMR કરી રહી છે સ્ટડી

આ આરોપો બાદ ICMR દ્વારા સ્ટડી કરવામાં આવી રહી છે. આ સ્ટડીનો શરૂઆતનો રિપોર્ટ જુલાઈ-2023માં પ્રકાશિત થશે. ICMR તેની સ્ટડીમાં ભારતના યુવાઓમાં કોવિડ-19 વેક્સીન અને વધતા હાર્ટએટેક વચ્ચેની બાબતને સમજવાનો પ્રયાસ કરી રહી છે.

મજબૂત પરિણામ આવ્યા બાદ જ રિપોર્ટ સાર્વજનિક કરાશે

છેલ્લા ઘણા સમયથી આ સ્ટડીનો શરૂઆતનો રિપોર્ટ પેન્ડીંગ છે. આ રિપોર્ટ બહાર પાડતા પહેલા ICMR અત્યાર સુધી જાહેર થયેલા તારણોની સમીક્ષા કરી રહ્યું છે. ICMR આ રિપોર્ટ અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં આ રિપોર્ટના આંકડા સંપૂર્ણ ખાતરીપૂર્વકના હશે ત્યારે જ સાર્વજનિક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સવાલોના જવાબ શોધવામાં લાગ્યું ICMR

હાર્ટએટેકના કેસોમાં અચાનક વધારો થવો અને કોવિડ-19 વેક્સીન સાથે હાર્ટએટેકને સંબંધીત બાબતની તપાસ કરવા માટે ICMR કેટલાક સવાલો પર સ્ટડી કરી રહ્યું છે. આ સવાલો છે. (1) શું રસીકરણ પછી લોકો કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે ? (2) શું કોરોના રોકવા માટે બનાવાયેલી વેક્સીન મોત માટે જવાબદાર છે ? (3) શું જીવ ગુમાવનારા દર્દી કોવિડના ગંભીર સ્ટેજ પર હતો અથવા લાંબા સમયથી તેનાથી પીડિત હતો ?

ICMRએ 40 હોસ્પિટલમાંથી એકત્ર કર્યો ડેટા

આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ ICMRએ સ્ટડી માટે 40 હોસ્પિટલોમાંથી ક્લીનિકલ રજિસ્ટ્રેશનની જાણકારી મેળવી છે. AIIMSમાંથી પણ કેટલાક દર્દીઓનો ડેટા લેવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ 14 હજાર લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 મોતોની સૂચના મળી હતી.

આરોગ્ય મંત્રીએ સ્વીકારી હતી આ વાત

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માર્ચ મહિનામાં એક ચેનલના સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સ્વિકાર્યું કે, કોરોના બાદ હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આઈસીએમઆર સ્ટડી કરી રહ્યું છે. માંડવિયાએ કહ્યું હતું કે, અમારી પાસે વેક્સીનેશનના આંકડા છે. તેમણે કહ્યું કે, આઈસીએમઆર છેલ્લા 3-4 મહિનાથી કેટલાક સવાલો અંગે આ બાબતે સ્ટડી કરી રહ્યું છે. આ રિપોર્ટ 6 મહિનામાં આવવાનો હતો, જોકે આ રિપોર્ટ જુલાઈ મહિનામાં સાર્વજનિક કરવામાં આવશે, તેવું માનવામાં આવી રહ્યું છે.