×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાથી 40 લાખ મોત! રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી સાચું બોલતા નથી અને બોલવા…


- મેં પહેલા પણ કહ્યું હતું કે, કોવિડ કાળમાં સરકારની બેદરકારીના કારણે 5 લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022, રવિવાર

ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દેશમાં કોરોના વાયરસની બીમારીના કારણે થનારા મૃત્યુની ગણતરી માટે જે કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના સામે વાંધો નોંધાવ્યો છે. હકીકતે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ છપાયો હતો જેમાં લખ્યું હતું કે, ભારત WHOના પ્રયત્નોમાં અડચણરૂપ બની રહ્યું છે જેથી કોરોનાનો મૃતકઆંક સાર્વજનિક ન કરી શકાય. તેના સામે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વાંધો નોંધાવ્યો છે. 

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ તે લેખ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું છે. 

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'મોદીજી સાચું બોલતા પણ નથી અને બોલવા પણ નથી દેતા. તેઓ તો હજુ પણ ખોટું બોલે છે કે ઓક્સિજનની તંગીના કારણે કોઈ નથી મર્યું. મેં પહેલા પણ કહ્યું હતું કે, કોવિડ કાળમાં સરકારની બેદરકારીના કારણે 5 લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. જવાબદારીનું પાલન કરો, મોદીજી દરેક પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો.'