×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? આગામી 40 દિવસમાં શું થશે ? પ્રોફેસરે કહી મોટી વાત

નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર-2022, ગુરુવાર

ફરી એકવાર વિશ્વભરમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરનાના સતત વધી રહેલા કેસોના કારણે સ્થિતિ બેકાબુ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકા, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયામાં પણ કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ભારતમાં પણ કોરોનાની ચોથી લહેર આવવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચીનમાં કહેર વરસાવી રહેલા ઓમિક્રોનના બીએફ.7 વેરિઅન્ટનો કેસ ભારતમાં જોવા મળ્યા બાદ ચોથી લહેરની ચર્ચાઓ થવા લાગી છે.

જાન્યુઆરી મહિનામાં વધી શકે છે કોરોના કેસો

સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, જાન્યુઆરી મહિનામાં કોરોના કેસો વધી શકે છે અને આગામી 40-45 દિવસો ઘણા મહત્વના છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યારે જ્યારે ચીનમાં કોરોનાની લહેર શરૂ થઈ છે, તેના 40 દિવસ બાદ ભારતમાં પણ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

‘IIT કોરોના મૉડલ’ આપનારા પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે ભારતમાં કોરોનાની ચોથી લહેરના સવાલ પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, આગામી કેટલાક દિવસો મુશ્કેલ હોઈ શકે છે. જોકે ભારતે ગભરાવાની જરૂર નથી. ‘IIT કોવિડ સૂત્ર’ બનાવવામાં પ્રોફેસર અગ્રવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જ્યા સુધી ચીનની 90 ટકા વસ્તી કોરોના પોઝિટિવ નહીં થાય, ત્યા સુધી ચીનમાં કોરોના કેસો વધતા રહેશે.

ભારતે ગભરવાની જરૂર નહીં

ભારતમાં કોરોનાની ચોથી લહેર પર પૂછાયેલા સવાલ પર પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, ભારતની 98 ટકા વસ્તીથી પણ વધુ લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ બની ગઈ છે, તેથી ભારતીયોએ વધુ ચિંતા કરવી જોઈએ નહીં.