×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતનો GDP FY22માં 8.7%, નવા વર્ષે મોંઘવારી, યુદ્ધને કારણે વિકાસદર ઘટશે


- ભારતનો વિકાસદર માર્ચમાં 4.1%  

અમદાવાદ,તા. 31 મે 2022,મંગળવાર

સરકારે નાણાંકીય વર્ષ 2021-22 અને છેલ્લા ત્રિમાસિકના આર્થિક વિકાસદરના આંકડા જાહેર કર્યા છે. જેમાં માર્ચ ક્વાર્ટર 2022માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ 4.1 ટકા નોંધાયો છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 2.5 ટકા હતો.

તો સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 8.7 ટકા આવ્યો છે. જ્યારે તેની અગાઉના સમગ્ર નાણાંકીય વર્ષે વિકાસદરમાં 6.6 ટકાનું સંકોચન જોવા મળ્યુ હતુ જે માટે કોરોના મહામારી અને તેને લીધેલા લાદેલા પ્રતિબંધો જવાબદાર હતા.

સરકારે આજે મંગળવારે જાહેર કરેલા નાણાંકીય વર્ષ 2022 માટેના વિકાસદરના દર આંકડા એ ફેબ્રુઆરીમાં જાહેર કરેલા 8.9 ટકાના બીજા અગ્રીમ અંદાજની તુલનાએ 20 બેસિસ પોઈન્ટ નીચા છે.

મોંઘવારી, કોરોના મહામારીની ત્રીજી લહેર અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરોથી ભારતના વિકાસદરમાં અડચણો ઉભી થઇ છે.

વિવિધ ક્ષેત્રોનો વિકાસદર                          

 

વિવિધ ક્ષેત્રો

FY22

માર્ચ ક્વાર્ટર

કૃષિ

3%

4.1%

માઇનિંગ

11.5%

6.7%

મેન્યુફેક્ચરિંગ

9.9%

-0.25%

વિજ, ગેસ

7.5%

4.5%

બાંધકામ

11.5%

2.0%

વેપાર, હોટેલ્સ

11.1%

5.3%

ફાઇનાન્સ,રિયલ્ટી

4.2%

4.3%

જાહેર વહીવટી

12.6%

7.7%