×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને સળગાવવા ષડયંત્ર રચી રહ્યો છે દાઉદ ઈબ્રાહીમ, જાણીતા લોકોનુ હિટ લિસ્ટ બનાવ્યુ


નવી દિલ્હી, તા.19.ફેબ્રુઆરી.2022 શનિવાર

પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલો ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર તેમજ અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ભારતમાં હુમલા કરાવવા માટે એક વિશેષ યુનિટ બનાવી રહ્યો છે.

તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી દ્વારા દાઉદ અને તેના સાગરિતો સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.જેમાં કહેવાયુ છે કે, ભારતને હચમચાવવા માટે દાઉદે એક સ્પેશિયલ યુનિટની રચના કરી છે.જેના નિશાના પર ભારતના જાણીતા લોકો, નેતાઓ અને બિઝનેસમેનો છે.આ યુનિટના આતંકીઓ  હથિયારો તેમજ વિસ્ફોટકો થકી હુમલાની યોજના બનાવી રહ્યા છે.

આ સાથે સાથે દાઉદે અલગ અલગ રાજ્યોમાં તોફાનો ફાટી નીકળે તે માટે પણ યોજના બનાવી છે.દાઉદના નિશાના પર દિલ્હી, મુંબઈ સહિતના ભારતના મોટા શહેરો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે તાજેતરમાં જ કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને તેમાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ તેમજ અન્ડરવર્લ્ડની સાંઠગાંઠનો ખુલાસો પણ થયો હતો.દિલ્હી પોલીસે કહ્યુ હતુ કે, દાઉદના ભાઈ અનીસે હવાલા થકી ભારત પૈસા મોકલાવ્યા હતા.

ભારતની એજન્સીઓને જાણકારી મળી છે કે, દાઉદ ગેંગ હવે બીટકોઈનનો પણ ઉપયોગ કરી રહી છે.જેના પગલે ઈડી પણ આ મુદ્દાની તપાસ કરી રહી છે.આ બીટ કોઈનનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટી ખરીદવા માટે દાઉદ કરી રહ્યો છે.