×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને વણમાગી સલાહ આપનારા કેનેડાના પીએમને હવે લાગ્યુ કે, પ્રદર્શનકારીઓના દેખાવો રોકવા જરુરી છે


ઓટાવા, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર

ભારતમાં જ્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યુ હતુ ત્યારે કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડો તેમાં કોઈ કારણ વગર કુદી પડયા હતા .તેમના બીનજરુરી ચંચૂપાતના કારણે ભારત સરકાર નારાજ થઈ હતી.

ટ્રુડોએ તે સમયે ભારતને વણમાંગી સલાહ આપી દીધી હતી અને તે સમયે કહ્યુ હતુ કે, ભારતમાં ખેડૂત આંદોલનની સ્થિતિ ચિંતાજનક છે.આપણે તમામ પરિવારો  માટે ચિંતિત છે.હું યાદ દેવડાવવા માંગુ છું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે ત્યારે તેમના અધિકારીઓની રક્ષા કરવા માટે કેનેડા તેમની જોડે ઉભુ છે.અમે વાતચીતમાં વિશ્વાસ કરીએ છે અને અમારી ચિંતા અમે અલગ અલગ માધ્યમથી ભારત સરકારા અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યા છે.

જોકે બીજાને શિખામણ આપવી અને તેના પર પોતે અમલ કરવો તે અલગ અલગ બાબત છે અને કેનેડામાં જ્યારે ટ્રક ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા છે ત્યારે ટ્રુડોનુ બેવડુ વલણ છતુ થઈ ગયુ છે.

કોરોના વેક્સીન ફરજિયાત કરવા સામે કેનેડાના ઓટાવા રાજ્યમાં વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરો સામે ટ્રુડોએ આકરુ વલણ અપનાવીને કહ્યુ છે કે, ટ્રક ડ્રાઈવરોના દેખાવો રોકવાની જરુર છે.તેઓ દેશની ઈકોનોમીમાં વિઘ્ન નાંખી રહ્યા છે.દેખાવકારો લોકોના રોજીંદા જીવનને પણ ખોરવવાની કોશીશ કરી રહ્યા છે.ઓટોવાના લોકો પરેશાન થાય તે યોગ્ય નથી.આ દેખાવો રોકવાની જરુર છે.દેશ કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે યોગ્ય નથી.