×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને રસી માટે કાચો માલ આપવા અમેરિકા તૈયાર, આ સિવાય અન્ય મદદ પણ કરશે

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. દરરોજ લાખો કેસ સામે આવી રહ્યા છે, તો સેંકડો લોકોના મોત પણ થઇ રહ્યા છે. કોરોના સામેની આ જંગમાં અત્યારે રસીકરણ સૌથી મજબૂત હથિયાર છે. દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં ભારતમાં રસીના ઉત્પાદન માટે કાચા માલની જરુર છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રસી માટેના જરુરી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને ભારતને આપવાની પણ ના પાડી હતી. ત્યારે હવે સમાચાર આવ્યા છે કે અમેરિકા ભારતને કોરોના રસી માટેનો કાચો માલ આપવા માટે તૈયાર થયું છે.

દેશમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચો આ ઘણી રાહતના સમાચાર છે. અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ભારતને રસી બનાવવા માટે દરેક કાચા માલની સપ્લાઇ કરશે, જેની રસી માટે જરુર પડશે. સાથે જ અમેરિકાએ કહ્યું કે ફ્રંટ લાઇન વર્કરોને બચાવવા માટે તેમના તરફથી તરત જ રેપિડ ડાઇગોનેસ્ટિક કિટ, વેન્ટિલેટર અને પીપીઇ કિટ આપવામાં આવશે.

અમેરિકાના આ નિર્ણય બાદ ભારતની કોરોના સામેની લડાઇ વધારે મજબૂત બનશે. આ નિર્ણયથી દેશમાં રસીકરણ અભિયાનને પણ વેગ મળશે. આ સહમતિ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષઆ સલાહકાર અજિત ડોભાલ વચ્ચે થયેલી વાતચીત બાદ થઇ છે. આ વાતચીતમાં અમેરિકાએ ભારતને રસી માટે કાચો માલ આપવાની હા પાડી છે.

રવિવારે અમેરિકાના સુરક્ષઆ સલાહકાર જેક સુલિવને ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી. ભારત અને અમેરિકામાં અત્યારે સૌથી વધારે કોરોના કેસ છે. આ સિવાય ભઆરત અને અમરિકા વચ્ચે સાત દશકોથી મેડિકલ સેક્ટરનો સહયોગ છે. ત્યારે આ સંકટના સમયમાં બેંને દેશોએ એકબીજાને સાથ આપવાનો નિર્ણય કર્યો છે.