×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતનું ન્યાયતંત્ર કથળેલું, કોઇ કોર્ટ જવા માગતું નથી : ગોગોઇ


મેં ભાજપની તરફેણમાં ચુકાદા બદલ સોદો કર્યો હોત તો રાજ્યસભાના સાંસદનું સામાન્ય પદ ન લેત : પૂર્વ ન્યાયાધીશ

નવી દિલ્હી, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ભારતીય ન્યાયવ્યવસૃથા પર સવાલો ઉઠાવતા તેને ખસ્તાહાલ ગણાવી છે. ગોગોઇએ ત્યાં સુધી પણ કહ્યું કે હવે કોઇ પણ વ્યક્તિ કોર્ટ આવવાનું ટાળવા લાગ્યા છે. હું પોતે પણ કોર્ટ જવા નથી માગતો. જે લોકો જોખમ ઉઠાવવા તૈયાર છે તેઓ જ હાલ કોર્ટ જઇ રહ્યા છે.  

એક ઇન્ટરવ્યૂમાં ગોગોઇએ આ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે કોણ કોર્ટ જાય છે? તમે કોર્ટ જાવ છો અને પછતાવ છો. રંજન ગોગોઇએ સાથે દાવો કર્યો હતો કે મોટા કોર્પોરેટ જ હાલ કોર્ટ જઇ રહ્યા છે કેમ કે તેઓ જોખમ ઉઠાવવા માટે સક્ષમ હોય છે. ગોગોઇ નવેમ્બર 2019ના રોજ મુખ્ય ન્યાયાધીશના પદેથી નિવૃત થયા હતા. જે બાદ તેમને સરકારે માર્ચ 2020માં રાજ્યસભાના સાંસદ પદે નિમ્યા હતા. 

લોકસભામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના સવાલો બાદ કાયદાકીય પગલા લેવાના સવાલ પર રંજન ગોગોઇએ કહ્યું હતું કે જો તમે કોર્ટ જાવ છો તો તમારા જે અંગત મામલા છે તેને જાહેર કરો છો. તમને ક્યારેય પણ ફૈસલો નથી મળતો. પૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇએ આ દરમિયાન ભારતીય ન્યાય વ્યવસૃથામાં પણ મોટા ફેરફારોની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે તમે પાંચ ટ્રિલિયન ડોલરની આૃર્થવ્યવસૃથા ઇચ્છો છો પણ બીજી તરફ તમારી ન્યાય વ્યવસૃથા જર્જરીત હાલતમાં છે.  ગોગોઇએ કહ્યું કે યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિની નિમણુંક જરૂરી છે, તમે જજોની નિમણુંક એવી રીતે ન કરી શકો જે રીતે સરકારમાં અિધકારીઓની કરો છો.

રંજન ગોગોઇએ અયોધ્યા અને રફાલ જેવા કેસમાં ચુકાદા આપ્યા જે બદલ તેમને રાજ્યસભાના સાંસદ સરકારે બનાવી દીધા તેવા આરોપોનો જવાબ આપતા ગોગોઇએ કહ્યું હતું કે જો કોઇ ખરેખર આવો સોદો કરે તો શું રાજ્યસભાની સામાન્ય બેઠક માટે કરે? જો મે ભાજપની તરફેણમાં જ ચુકાદા આપવા બદલ કોઇ સોદો કર્યો હોત તો માત્ર રાજ્યસભાની સામાન્ય બેઠક કેમ લેત, કોઇ મોટી માગણી કરી કરી લેત. 

પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈનું નિવેદન ચિંતાજનક : પવાર

(વિશેષ પ્રતિનિધિ)  મુંબઈ, તા. 14      

દેશનૂ ન્યાયતંત્ર જૂનું છે અને જો તમે મને પૂછશો તો હું કંઈપણ કારણ માટે કોર્ટમાં જઈશ નહીં. અને તમને ત્યાં ન્યાય નહીં મળે, સુપ્રીમ કોર્ટના માજી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નિવેદનને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે રવિવારે અહીં પત્રકારો સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે, ગોગોઈનું નિવેદન દરેકને આઘાતજનક અને ચિંતાજનક છે.

શરદ પવારે કહ્યું કે, મેં ગયા અઠવાડિયે વાંચ્યું હતું કે દેશમાં ન્યાય વ્યવસ્થા ઘણી સારી છે. ન્યાયાધીશો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો ઉલ્લેખ કર્યો હતો. તે વિશે ખુશી છે. પરંતુ રંજન ગોગોઈનું નિવેદન ચોંકાવનારૂ છે. મને ખબર નથી કે તેઓએ તેમની રીતે ન્યાય પ્રણાલી વિશે સત્ય કહેવાનો પ્રયાસ કર્યો કે નહીં.

તેમનું નિવેદન દરેકને  ચિંતિત કરી રહ્યું છે.  શરદ પવારે પૂજા ચવ્હાણ અને ધનંજય મુંડે મામલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ચંદ્રકાંત પાટીલે સવાલ ઉઠાવ્યો છે કે પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસ અને ધનંજય મુંડે મામલે શરદ પવાર શાંત છે. શરદ પવારે ચંદ્રકાંત પાટીલ ની ટીકાના જવાબમાં કહ્યું કે જેમણે પોતાનું ગામ છોડીને બીજે જવું પડે હું તેમના વિશે શું કહી શકું?