×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની સ્વદેશી વેક્સીન કોરોનાના 617 વેરિએન્ટસ સામે અસરકારકઃ વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર

નવી દિલ્હી,તા.28.એપ્રિલ,2021

કોરોનાની મહામારી વચ્ચે ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને લઈને અમેરિકાના ટોચના વાયરોલોજિસ્ટ ડો.એન્થની ફોસીએ સારા ખબર આપ્યા છે.

ડો.ફોસીનુ કહેવુ છે કે, કોવેક્સીન કોરોના વાયરસના 617 પ્રકારના વેરિયન્ટ પર અસરકારક છે.ડો.ફોસી વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર પણ છે.તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે અલગ અલગ દેશના ડેટા પર અભ્યાસ કરી રહ્યા છે.તાજેતરમાં જ અમને ભારતમાં કોવેક્સીન લેનારા લોકોનો ડેટા મળ્યો હતો.જેના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ રસી કોરોના વાયરસના 617 વેરિએન્ટસ પર અસરકારક છે.ભારતમાં જે પ્રકારની મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છે તેની સામે લડવા માટે રસીકરણ બહુ મોટો ભાગ ભજવી શકે છે.તે એન્ટીડોટની ભૂમિકા ભજવી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, કોવેક્સીન વાયરસ સામે શરીરની ઈમ્યુન સિસ્ટમને એન્ટી બોડી કેવી રીતે બનાવવા તે શીખવાડે છે.

ઉલ્લેખનીય ચકે ,ે કો વેક્સીનને ભારતની જ કંપની ભારત બાયોટેક દ્વારા નેશનલ  ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી બનાવાઈ છે.જેને 3 જાન્યુઆરીએ ભારત સરકારે ઉપયોગ માટે મંજૂરી આપી છે.