×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની અધ્યક્ષતામાં G20ની 100મી બેઠક યોજાઈ, 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

Image : Twitter

વિશ્વનું સૌથી શક્તિશાળી આર્થિક જૂથ G20 છે. હાલમાં ભારત આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જૂથના અધ્યક્ષતાની જવાબદારી નિભાવી રહ્યું છે. ગઈકાલે ભારતની અધ્યક્ષતામાં G20ની 100મી બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રીલયના નિવેદન મુજબ આ બેઠક સુધીમાં વિવિધ 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ભારત 1 ડિસેમ્બર 2022થી G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20ના અધ્યક્ષ તરીકે ભારતે ગઈકાલે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. જ્યારથી ભારતે આ જવાબદારી લીધી છે ત્યારથી તે આ જૂથ હેઠળ વિવિધ ક્ષેત્રો અને મુદ્દાઓ પર સતત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આ સાથે ભારતે G20 જૂથની તેની અધ્યક્ષતામાં બેઠકોની સદી પૂરી કરી લીધી છે.

ભારતની અધ્યક્ષતામાં G20 બેઠકોની શતાબ્દી

ગઈકાલે વારાણસીમાં G20ના બેનર હેઠળ સભ્ય દેશોના મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકોની બેઠક યોજાઈ હતી. આ સાથે જ ભારતે G20 ના પ્રમુખપદમાં ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની અધ્યક્ષતામાં આ જૂથની 100મી બેઠક હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ સિદ્ધિ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદન મુજબ અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 શહેરોમાં G20ની 100 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

G20ની અધ્યક્ષતા હેઠળ 200થી વધુ બેઠકો યોજાશે

ભારતની અધ્યક્ષતામાં એક વર્ષ દરમિયાન કુલ 200થી વધુ બેઠકો યોજાવાની છે. આ બેઠકો લગભગ 60 શહેરોમાં નિર્ધારિત છે. ભારત પ્રથમ વખત આટલા મોટા પાયા પર 200થી વધુ બેઠકો માટે વિદેશી પ્રતિનિધિઓની યજમાની કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈપણ G20 અધ્યક્ષતામાં આ સૌથી વધુ વ્યાપક ભૌગોલિક વિસ્તાર છે. અત્યાર સુધીમાં 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ G20 બેઠકોમાં ભાગ લીધો છે. તેમાં G20 સભ્યો, 9 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સામેલ છે.