×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની અગ્નિ-5 હવે 7000 કિ.મી. દૂર ઉભેલા દુશ્મનો કરી નાખશે ખાતમો, મિસાઈલની રેન્જ વધારાઈ

Image Source - Wikipedia

નવી દિલ્હી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

ભારતની સૌથી લાંબા અંતરની પરમાણુ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5ની રેન્જને વધારવામાં આવી છે. આ મિસાઈલની રેન્જ પહેલા 5000 કિ.મી.ની હતી. હવે આ મિસાઈલ 7000 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનનો પણ ખાતમો કરી શકશે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (DRDO) મિસાઈલમાં સ્ટીલના બદલે કમ્પોઝિટ મટિરિટલનો ઉપયોગ કર્યો છે, જેના કારણે મિસાઈલના વજનમાં 20 ટકાથી વધુ ઘટાડો થયો છે.

અગ્નિ-૫ મિસાઈલની ખાસીયત

  • 50 હજાર કિલોનું વજન
  • 57 ફૂટની લંબાઈ
  • 6 ફૂટની પહોળાઈ
  • 8.16 કિ.મી.ની પ્રતિ સેકન્ડ ઝડપ
  • 1500 કિલોના પરમાણુ હથિયારની વહન ક્ષમતા
  • 7000 કિ.મી. દૂર સુધી મારક ક્ષમતા
  • સેટેલાઈટ ગાઈડન્સ સિસ્ટમથી સજ્જ
  • એક યુનિટની કિંમત અંદાજે ૫૦ કરોડ

મિસાઈલની મારક ક્ષમતા 7000 કિમીથી પણ વધુ

ઉલ્લેખનિય છે કે, આ મહિનાની 15મી તારીખે ભારતે સૌથી શક્તિશાળી અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે ભારતે આ ઈન્ટર કોન્ટિનેન્ટલ મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને આક્રમક મેસેજ આપ્યો હતો. આ મિસાઈલની મારક ક્ષમતા 7 હજાર કિલોમીટર કરતાં વધારે છે અને આ બેલાસ્ટિક મિસાઈલ સટિક નિશાન ભેદી શકે છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારતે આ મહાઅસ્ત્રનું પરીક્ષણ કર્યું હતું. પરમાણુ હથિયારથી સજ્જ થવાની ક્ષમતા ધરાવતી આ બેલાસ્ટિક મિસાઈલ ઈન્ટર કોન્ટિનેન્ટલ છે. એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં જઈને પ્રહાર કરવા સક્ષમ છે.

આ મિસાઈલનું સૌ પ્રથમ પરીક્ષણ 2017માં થયું હતું

ભારતની આ મિસાઈલ આખા ચીન અને પાકિસ્તાન પર તો હુમલો કરી જ શકે છે, પરંતુ છેક રશિયા-યુક્રેન-ઈન્ડોનેશિયા જેવા દેશ પણ તેની રેન્જમાં આવી જાય છે. ડીઆરડીઓ અને બીડીએલે સંયુક્ત રીતે આ મિસાઈલને તૈયાર કરી છે. ઓડિશાના કાંઠે અબ્દુલ કલામ ટાપુથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું. સૌપ્રથમ પરીક્ષણ 2018માં થયું હતું.

નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની શક્તિ 5,000 થી 8,000 કિમી

અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ઘણા રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની શક્તિ 5,000થી 8,000 કિમી છે. આ મિસાઈલનું વજન 50 ટન છે. તેમજ અગ્નિ-5 ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે.  અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ-5 અવાજની 24 ગણી ઝડપ સાથે મુકાબલો કરી શકે છે.

આ મિસાઈલ હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ

સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે. 'અગ્નિ-5' આપણી બીજી શ્રેણીઓમાનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.

ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલ

ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ ધરાવતી આવી મિસાઇલ બહુ ઓછા દેશો પાસે  છે, જેમાં પાકિસ્તાન પાસે આવી મિસાઇલ નથી. જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને ઉત્તર કોરિયાનો પાસે છે. જણાવી દઈએ કે ભારત પાસે પહેલાથી જ 700 કિમીની રેન્જવાળી અગ્નિ-1, 2000 કિમીની રેન્જવાળી અગ્નિ-2, 2,500 કિમીથી 3,500 કિમીની રેન્જવાળી અગ્નિ-3 મિસાઈલ છે. તેને પાકિસ્તાન વિરુદ્ધ બનાવવામાં આવેલી રણનીતિ હેઠળ તૈયાર કરાઈ છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ભારતે કર્યું હતું અગ્નિ પ્રાઈમ ન્યુ જનરેશન બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

આ વર્ષના ઓક્ટોબર મહિનામાં ભારતે ઓડિશાના કિનારેથી અગ્નિ પ્રાઈમ ન્યુ જનરેશન બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ પ્રાઈમ મિસાઈલ અગ્નિ શ્રેણીની મિસાઈલોનું એક નવી પેઢીનું અપડેટેડ વર્ઝન છે. તેની કાર્યક્ષમતા 1,000 થી 2,000 કિમીની વચ્ચે છે. આ મિસાઈલ અંગે સંરક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, અગ્નિ પ્રાઇમ મિસાઇલ 1000થી 2000 કિમી સુધીના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. આ મિસાઈલ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે. ડબલ સ્ટેજ અને ઇંધણ આધારિત અગ્નિ પ્રાઇમ મિસાઇલને એડવાન્સ રિંગ લેસર ગેરોસ્કોપ પર આધારિત નેવિગેશન સિસ્ટમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તેની માર્ગદર્શિત સિસ્ટમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રો મિકેનિકલ ઍક્યુટર સજ્જ છે.