×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના 2 શહેરોનો વિશ્વના 25 બેસ્ટ પ્રવાસન સ્થળોમાં સમાવેશ, લીસ્ટમાં મેક્સિકોના 5 શહેર, જુઓ યાદી

નવી દિલ્હી, તા.12 જુલાઈ-2023, બુધવાર

વિશ્વભરના પ્રવાસન સ્થળો વચ્ચે ભારતમાં પણ ઘણા પ્રવાસન સ્થળો અને શહેરો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે, ઉપરાંત વિકાસ પણ કરી રહ્યા છે. ત્યારે ટ્રાવેલ પ્લસ લીઝરે 25 બેસ્ટ ટ્રાવેલ સિટીની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના 2 શહેરોનો સ્થાન અપાયું છે. ટ્રાવેલ પ્લસ લીઝર તરફથી બહાર પાડવામાં આવેલી ‘ફેવરેટ સિટી ઈન ધ વર્લ્ડ’ની યાદી મુજબ ઉદયપુર વિશ્વનું બીજું સૌથી પસંદગીનું શહેર છે, જ્યારે આ યાદીમાં માયાનગરી મુંબઈને 10નું સ્થાન મળ્યું છે. ટ્રાવેલ પ્લસ લીજર રીડર્સ એવોર્ડમાં વિશ્વભરના 25 પસંદગીના શહેરોની યાદી બહાર પડાઈ છે, જેમાં મેક્સિકો શહેરના ઓકાસાને પ્રથમ સ્થાન, ભારતના ઉદયપુરને બીજુ સ્થાન જ્યારે મુંબઈને 10નું સ્થાન મળ્યું છે.

પ્રવાસીઓ દ્વારા વિશ્વમાં પસંદ કરાયેલા 25 શહેરો

  1. ઓકાસા - મેક્સિકો
  2. ઉદયપુર - ભારત
  3. કોયોટા - જાપાન
  4. ઉબુડ - ઇન્ડોનેશિયા
  5. સૈન મેંગ્યૂલ દી એલાન્દો - મેક્સિકો
  6. મેક્સિકો સિટી - મેક્સિકો
  7. ટોક્યો - જાપાન
  8. ઈસ્તંબુલ - તુર્કી
  9. બેંગકોક - થાઇલેન્ડ
  10. મુંબઇ - ભારત
  11. ઝિયાંગમાઇ - થાઇલેન્ડ
  12. ફ્લોરેન્સ - ઈટાલી
  13. લોંગપ્રાબેંગ - લાઓસ
  14. મરેક્કેશ - મોરોક્કો
  15. રોમ - ઈટાલી
  16. મૈરિડા - મેક્સિકો
  17. સિયામરીપ - કંબોડિયા
  18. સિંગાપોર - સિંગાપોર
  19. ચાલ્સટન - યુએસએ
  20. લિસ્બન - પોર્ટુગલ
  21. સેંટાફી  - યુએસએ
  22. હોબાર્ટ - ઓસ્ટ્રેલિયા
  23. ગુઆદલજરા - મેક્સિકો
  24. પોર્ટો - પોર્ટુગલ
  25. ઓસાકા - જાપાન

શહેરની ધરોહર, કલા-સંસ્કૃતિને ઓળખ મળી

પ્રવાસન વિભાગના ડાયરેક્ટર ડો. રશ્મિ શર્માએ વિશ્વ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવવા અંગે જણાવ્યું કે, ઉદયપુર વિશ્વના સૌથી શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મેળવ્યું છે, જે શહેરની ધરોહર, કલા-સંસ્કૃતિ, ખાણીપીણી અને સ્થાનિક લોકોનું સન્માન છે અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષીક કર્યા છે. ડૉ. શર્માએ જણાવ્યું કે, રાજ્ય સરકારની કાર્યક્ષમ નીતિઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સહિયારા પ્રયાસોના કારણે રાજસ્થાન વિશ્વના સૌથી વધુ પસંદગીના પ્રવાસન સ્થળોમાંનું એક બન્યું છે અને અહીં આવતા પ્રવાસીઓ સુખદ યાદો સાથે તેમના દેશમાં પાછા ફરે છે.