×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના ચીફ જસ્ટીસે જણાવ્યું; શિક્ષણની ફેકટરીઓ માનવ સંશાધનનું અવમૂલ્યન કરી રહી છે


અમરાવતી તા. ૨૦ ઓગસ્ટ

દેશમાં શિક્ષણની ફેકટરીઓ મશરૂમની જેમ ઉગી રહી છે તેના કારણે ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઘટી રહ્યું છે એવી ટીકા કરતા દેશના ચીફ જસ્ટીસ એન વી રામનાએ જણાવ્યું હતું કે પોતાના જીવનના પડકારો ઝીલી શકે તેને અનુરૂપ શિક્ષણનું મોડેલ બનવું જોઈએ. 

પોતે જે સંસ્થામાં શિક્ષણ મેળવ્યું હતું તેવી આચાર્ય નાગાર્જુના યુનિવર્સીટીમાં વિધાર્થીઓને પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે પ્રવચન આપતા જસ્ટીસ રામનાએ જણાવ્યું હતું કે એવી શૈક્ષણિક સંસ્થાઓએ હોવી જોઈએ જે સામાજિક રચના સુદ્રઢ બનાવે અને વ્યક્તિ સમાજનો એક ભાગ બની શકે. 

જસ્ટીસ રામનાએ જણાવ્યું હતું કે વિકાસની એવી કલ્પના કરે કે જે જાગૃત નાગરિક તરીકે બદલાવ લાવી શકે. “વિવિધ ક્ષેત્રે કામગીરી કરે ત્યારે આ જાગૃતતા સમુદાયની અને પર્યાવરણની જરૂરીયાત પણ સમજી શકે એમ હોવું જોઈએ,” એમ તેમણે જણાવ્યું હતું. 

તેમણે નિરાશા વ્યક્ત કરી હતી કે વ્યવ્ય્સાયિક કોર્સ એ રીતે ઘડવામાં આવે છે જે બ્રિટીશકાળની જેમ  આજ્ઞાંકિત કામદાર તૈયાર કરે અને જરૂરી ઉત્પાદન કરે 




“પ્રોફેશનલ યુનિવર્સીટીમાં જયારે વિધાર્થીઓ પ્રવેશ કરે ત્યારે ક્લાસરૂમના ભણતર ઉપર જ ધ્યાન કેન્દ્રિત હોય છે અને નહી કે તેનાથી આગળ. આ એક વરવી વાસ્તવિકતા છે. આવા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જ વધારે પગાર આપતી નોકરીઓ મેળવવાનો છે,” એમ જસ્ટીસ રામનાએ જણાવ્યું હતું. અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ઈતિહાસ કે ભાષા જેવા એટલા જ મહત્વના વિષયો નજરઅંદાજ થઇ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. 

“માનવ સંશાધનનું અવમુલ્યન થાય એ પ્રકારે શિક્ષણની ફેકટરીઓ આપણે ચારે તરફ જોઈ રહ્યા છે. મને નથી ખબર પડતી કે આના માટે કોને કે શેને જવાબદાર ગણવા જોઈએ,” એમ જસ્ટીસ રામનાએ જણાવ્યું હતું. 

ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે ત્યારે દેશ્નની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. “સામાજિક સંબંધો અને જાગૃત નાગરિક બહાર આવે તેના માટે સંસ્થાઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. યોગ્ય સમજ સાથે આપણા ઈતિહાસ અને ભવિષ્યના વિઝન માટે યુવાનો કામ કરે તેવા શિક્ષણની જરૂર છે,” એમ તેમણે જણાવ્યું હતું. 

દેશની સમસ્યાઓના ઉકેલ માટે યુનિવર્સીટી અને તેના રીસર્ચ વિભાગે કામ કરવાની ચીફ જસ્ટીસે હાકલ કરી હતી અને આ અતે રાજ્ય સરકારોએ ખાસ ભંડોળ આપી તેને પ્રોત્સાહન આપવાની વાત તેમણે કરી હતી. 

ચીફ જસ્ટીસ રામનાએ અગાઉ શું વાત કરી હતી વાંચો,

લોકોને પોતાના અધિકારોની ખબર હશે તો જ દેશ આગળ વધી શકશે

ઓછા લોકો કોર્ટ સુધી આવે છે, મોટાભાગના ચૂપ રહી સહન કરવા મજબૂર

પક્ષો પોતાની મરજી મુજબ ન્યાયતંત્રને ચલાવવા માગે છે