×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓના કારણે મારુ કેરિયર વહેલુ ખતમ થઈ ગયુઃ હરભજન સિંહ


નવી દિલ્હી, તા. 2. જાન્યુઆરી 2022

ભારતીય સ્પિનર હરભજન સિંહે ક્રિકેટમાંથી તાજેતરમાં જ સન્યાસ લેવાની જાહેરાત કરી હીત.

દરમિયાન હવે ભજ્જીએ કહ્યુ છે કે, મારી કેરિયર ભારતના ક્રિકેટ બોર્ડના કેટલાક લોકોના કારણે આગળ વધી શકી નહોતી.જો મને મોકો મળ્યો હોત તો હું બીજા ચાર પાંચ વર્ષ રમી શક્યો હોત. નસીબ હંમેશા મારી સાથે રહ્યુ છે.બહારના કેટલાક તત્વો એવા હતા જે મારી સાથે નહોતા.તેઓ મારી વિરુધ્ધમાં હતા.હું જે રીતે બોલિંગ કરી રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો તે વખતે મારી ઉંમર 31 વર્ષ હતી.ત્યારે હું 400 વિકેટ લઈ ચુકયો હતો.મારા મગજમાં હતુ કે હું બીજા ચાર પાંચ વર્ષ તો રમીશ.આ દરમિયાન મેં 100 થી 150 બીજી વિકેટો પણ લીધી હોત.

ભજ્જીએ કહ્યુ હતુ કે, તે વખતે ધોની કેપ્ટન હતો પણ મને લાગે છે કે, મારો મામલો ધોનીના હાથની બહાર થઈ ગયો હતો.બીસીસીઆઈના જ કેટલાક હોદ્દેદારો નહોતા ઈચ્છતા કે કેપ્ટન મારુ સમર્થન કરે.કેપ્ટન એમ પણ ક્રિકેટ બોર્ડની ઉપરવટ જઈ શકતો નથી.

ભજ્જીએ કહ્યુ હતુ કે, ધોની પાસે બીજા ખેલાડીઓ કરતા ક્રિકેટ બોર્ડનુ સમર્થન વધારે હતુ.જો બીજા ખેલાડીઓને આ પ્રકારનુ સમર્થન મળ્યુ હોત તો તેઓ પણ લાંબો સમય રમ્યા હોત.દરેક પ્લેયર ભારતની જર્સી પહેરીને જ સન્યાસ લેવા માંગતો હોય છે પણ નસીબ દર વખતે તમારી સાથે નથી હોતુ.