×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના આ રાજ્યએ વિશ્વ સ્તરે કરી કમાલ, બન્યું વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય

Image: Twitter


ઘણા મહિનાઓ પહેલા સિક્કિમ વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું પરંતુ હવે તેને સર્ટીફીકેટ પણ મળી ગયું છે. લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે સિક્કિમને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું સર્ટીફીકેટ આપ્યું છે. સિક્કિમને ગુનામુક્ત રાજ્ય અને શ્રેષ્ઠ શાસન ધરાવતું રાજ્ય પણ માનવામાં આવે છે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે આ માટે સિક્કિમને અભિનંદન પાઠવ્યા છે. સિક્કિમ પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બનવા પર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સિક્કિમના ચાર મંત્રીઓ સાથે એક વિશેષ પોસ્ટલ કવર પણ બહાર પાડ્યું હતું.



સિક્કિમ વિશ્વમાં એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું 
ભારતમાં વર્ષ 1960માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી. આ કારણે વધુ અનાજ ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ પણ વધ્યો  હતો. જેના કારણે જમીન અને પાણી, હવાની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં, ભારતના પૂર્વોત્તર રાજ્ય સિક્કિમે ઓર્ગેનિક ખેતી તરફ પગલું માંડ્યું અને હવે આ રાજ્ય વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય છે અને તે સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ તરીકે રજૂ થઈ રહ્યું છે.

શું છે જૈવિક ખેતી ?
ઓર્ગેનિક પદ્ધતિ ખેતીની એક પ્રાચીન પદ્ધતિ છે, જેમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો નથી. જેમાં કુદરતી ખાતરો જેમ કે ગાય-ભેંસના છાણ, કમ્પોસ્ટ ખાતર, લીમડાનું ખાતર વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. જેના કારણે જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. સિક્કિમે સૌપ્રથમ 75 હજાર હેક્ટર જમીન પર જૈવિક ખેતી શરૂ કરી છે. આ અંતર્ગત સિક્કિમ સરકારે નક્કી કરેલી જમીન પર રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિયમના ઉલ્લંઘન પર  ભારે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. ધીમે ધીમે જૈવિક ખેતી માટે જમીનમાં વધારો થતો ગયો અને હવે સિક્કિમમાં તમામ ખેતી જૈવિક રીતે થતી જોવા મળે છે.