×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતનાં સાર્વભૌમત્વ સાથે કોઇ સમજુતી નહીં, બહારની શક્તિઓ માત્ર દર્શક બને: સચીન તેંદુલકર

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2021 બુધવાર

ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચીન તેંદુલકરે ટ્વીટ કરીને કહ્યું કે ભારતનાં સાર્વભૌમત્વ સાથે કોઇ સમજુતી કરી શકાય નહીં, બહારની શક્તિઓ માત્ર દર્શક બની શકે છે તેમાં ભાગ લઇ શકે નહીં.

સચિને વધુમાં કહ્યું કે ભારતીયો ભારતને જાણે છે અને ભારત માટે નિર્ણય લેવો જોઇએ, આવો આપણે એક રાષ્ટ્રરૂપે અકજુથ થઇએ, ખરેખર તો સચીનની આ ટ્વીટ ખેડુત આંદોલન અંગે હોય તેવું લાગી રહ્યું છે.   

ખેડુત આંદોલન અંગે ઘણી હસ્તીઓ વિવિધ પ્રકારની ટ્વીટ કરી રહી છે, કોઇ તેના સમર્થનમાં  તો કોઇ તેનાં વિરૂધ્ધમાં, આ પહેલા આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત કેરેબિયન ગાયિકા રિહાન્નાએ ખેડુત આદોલન અંગે ટ્વિટ કર્યું હતું, ત્યાંર બાદ સોશિયલ મિડીયામાં હંગામો મચી ગયો. 

રિહાન્ના ઉપરાંત ગ્રેટા થોનબર્ગે પણ ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, આ બંને ની ટ્વીટ બાદથી દેશની તમામ અગ્રણી હસ્તિઓએ સોશિયલ મિડિયા દ્વારા તેમને જવાબ આપ્યો, હાલ ટ્વીટર પર #IndiaAgainstPropaganda #IndiaTogether ટ્રેંડ થઇ રહ્યું છે.