×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપ સાંસદની ગાડીનો પોલીસ મેમો ફાડયો, 1500 રૂપિયા દંડ વસુલ્યો

મધ્યપ્રદેશ,તા.5 ઓકટોબર 2021,મંગળવાર

ઈન્દોરના ભાજપના સાંસદ શંકર લાલવાનીનો પોલીસે મેમો ફાડયો છે.

એમપીના ખંડવામાં 30 ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી થવાની છે અને તેના કારણે અહીંયા આદર્શ આચાર સંહિતા લાગુ કરાયેલી છે. પોલીસના કહેવા પ્રમાણે ખંડવાના બોમ્બે બજારમાં ઉભેલી એક ગાડી પર હૂટર લગાવાયેલુ હતુ અને અલગ પ્રકારની નેમ પ્લેટ લગાવાઈ હતી. જેના પર સાંસદ ઈન્દોર લખવામાં આવ્યુ હતુ. આ પ્રકારની નેમપ્લેટ અને હૂટર નિયમ પ્રમાણએ લગાડી ના શકાય.

જેના પગલે સાંસદની ગાડીના ડ્રાઈવરનો મેમો ફાડીને તેની પાસેથી 1500 રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. પોલીસે તો કાર્યવાહીના ભાગરૂપે ગાડીના એક વ્હીલમાં લોક મારી દીધુ હતુ. આ દરમિયાનમાં સાંસદ ગાડીમાં નહોતા. લોક લગાવાયેલુ હોવાથી સાંસદ મોટર સાયકલ પર ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ દંડની રકમ ભર્યા બાદ પોલીસે તાળુ ખોલ્યુ હતુ.

સાંસદ લાલવાની ખંડવામાં યોજનારી પેટા ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા.