×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપ મારી હત્યાનું કાવતરૂં ઘડી રહ્યો છે : મમતાનો આરોપ


કાર્યકરોના રોષને પગલે શાહ, નડ્ડાએ બંગાળમાં આખો દિવસ બેઠકો કરી

નારાજ કાર્યકર્તાઓનો ભાજપના કાર્યાલય પર પથ્થરમારો  ચૂંટણી લડવા સાંસદ દાસગુપ્તાનું રાજ્યસભામાંથી રાજીનામું

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે, ભાજપ તેમની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યો છે. નંદીગ્રામમાં મમતા બેનરજી પર કિથત હુમલાની ઘટના પછી ચૂંટણી પંચે તેમના સિક્યોરિટી ડિરેક્ટરને હટાવતાં મમતા ધૂંઆપૂંઆ થયા છે.

મમતાએ કહ્યું કે ચૂંટણી પંચને હાથો બનાવીને ભાજપ તેમની હત્યા કરવાનું કાવતરૂં ઘડી રહ્યો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ તરફ ઈશારો કરતાં સવાલ કર્યો કે, ગૃહમંત્રી દેશ ચલાવશે કે બંગાળમાં અમને પરેશાન કરવાનું કાવતરૂં ઘડશે?

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપો લગાવ્યા હતા. મમતાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહની અને ભાજપની રેલીઓમાં ભીડ ઓછી આવવાને કારણે ચિંતામાં મુકાયેલા અમિત શાહ હવે ટીએમસીના નેતાઓની સામે કાવાદાવા કરવા લાગ્યા છે.

મમતાએ આરોપ લગાવ્યો હતો કે કાવતરા ઘડીને અમિત શાહ ટીએમસીના નેતાઓને પરેશાન કરવા લાગ્યા છે. સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ જાણે અમિત શાહના અને ભાજપના ઇશારે કામ કરી રહ્યું હોય તે પ્રકારનંુ વલણ અમારી સાથે કરી રહ્યું છે. સાથે મમતાએ આરોપ લગાવ્યો હતો કે મારા પર હુમલાનું ભાજપે કાવતરૂ ઘડયું હતું, ભાજપ મારી હત્યા કરાવવા માગે છે. 

સાથે તેમણે કહ્યું હતું કે ભાજપ સામેની મારી આ જંગને કોઇ જ નહીં અટકાવી શકે. અમિત શાહની રેલીઓમાં બહુ જ ઓછા લોકો આવી રહ્યા છે જેને પગલે હવે ચિંતામાં મુકાયેલા અમિત શાહ કોલકાતામાં બેસીને ટીએમસી સામે કાવતરા ઘડી રહ્યા છે અને આમ કરીને તેઓ અમારા નેતાઓને પરેશાન કરવા લાગ્યા છે. તેઓ કરવા શું માગે છે? શું તેઓ મારી હત્યા કરીને આ ચૂંટણી જીતવા માગે છે? તેઓ ખોટી દિશામાં જઇ રહ્યા છે. 

બીજી તરફ ભાજપે પશ્ચિમ બંગાળમાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જોકે પોતાના નેતાનું નામ આ યાદીમાં સામેલ ન હોવાથી અનેક ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ખુદના જ પક્ષના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ મોટા શહેરોમાં પક્ષની ઓફિસ સામે પ્રદર્શન કર્યા હતા.

જેને પગલે થોડા સમય માટે સામસામે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું તેથી પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાના સાંસદ સ્વપન દાસગુપ્તાને વિધાનસભાની ટિકિટ આપી છે. જેને પગલે દાસગુપ્તાએ રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું.