×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપ માને છે કે તે હંમેશા સત્તામાં રહેશે પણ તેવુ નથી, રાહુલ ગાંધીનું બ્રિટનમાં નિવેદન

Image : Twitter

નવી દિલ્હી, 07 માર્ચ 2023, મંગળવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં યુકેના પ્રવાસે છે. અહીં તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને તેઓ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે રાહુલે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફરીએકવાર ભાજપ પર નિવેદન આપ્યુ હતું. આ નિવેદનના કારણે ફરી રાહુલ ગાંધી ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું કે આપણા દેશની વિવિધ સંસ્થાઓ ખતરામાં છે. પ્રેસ, ન્યાપતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા જ જોખમમાં છે.

ભાજપ હેલાં યુપીએ 10 વર્ષ સત્તામાં રહી હતી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી યુકેના પ્રવાસ પર છે અને તે સતત ભારતના સત્તા પક્ષ બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે રાહુલ ગાંધી લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપીને ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરતા આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ભાજપ માને છે કે તે હંમેશા સત્તામાં રહેશે પણ તેવુ થશે નહી અને હવે તેની સત્તા જશે. તેમણે કહ્યું કે ભાજપ 10 વર્ષ સુધી સત્તામાં હતી તે પહેલાં યુપીએ 10 વર્ષ સત્તામાં રહી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર 2014માં ભારતમાં સત્તામાં આવી હતી. હવે આ સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તા ગુમાવશે તેમ કહ્યુ હતું. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની નિષ્ફળતાનું કારણ પણ બતાવ્યુ હતું અને કહ્યું હતું કે ભારતમાં રાજકીય ચર્ચાના બદલાતા સ્વભાવ પર ધ્યાન ન આપવાને કારણે યુપીએ સરકાર નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું આ પરિપ્રેક્ષ્યમાં જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે.

કોંગ્રેસની ખામીઓ પર રાહુલે શું કહ્યું?

રાહુલ ગાંધીએ કોંગ્રેસની ખામીઓ પર પણ વાત કરી હતી. તેમણે ભારતમાં થઈ રહેલા ફેરફારો તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. યુપીએ સરકારે શરૂઆતમાં શહેરી વિસ્તારમાં ચૂંકી ગયા હતા. આ હકીકત છે. પરંતુ ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ જતી રહી છે એમ કહેવું ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે.