×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે આપના 40 ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 800 કરોડની ઓફર કરીઃ કેજરીવાલ

નવી દિલ્હી,તા.25 ઓગસ્ટ 2022,ગુરૂવાર

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે.

આજે આપ દ્વારા પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. એ પછી આપના પ્રમુખ અને દિલ્હીના સીએમ કેજરીવાલ પોતાના ધારાસભ્યો સાથે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા.

કેજરીવાલે કહ્યુ હતુ કે, દિલ્હીમાં દારૂની દુકાનોના કૌભાંડના આરોપ  લગાવનાર ભાજપને આ કૌભાંડ અંગે કશી ખબર જ નથી.ભાજપના નેતાઓ બકવાસ કરી રહ્યા છે. દિલ્હીમાં ભાજપે આપના ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે 800 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આપના 40 ધારાસભ્યો પૈકી દરેકને 20-20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે, સીબીઆઈને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે દરોડા પાડીને કશું મળ્યુ નથી. તેના બીજા દિવસે સિસોદિયાને ભાજપે મેસેજ આપ્યો હતો કે, તમે અમારી સાથે આવી જાવ તો તમને સીએમ બનાવી દઈશું પણ સિસોદિયાએ આ ઓફર પઘાવી દીધી હતી.

કેજરીવાલે કહ્યુ હતુ કે, આપના 40 ધારાસભ્યોને 20-20 કરોડની ઓફર ભાજપે આપી છે પણ એક પણ ધારાસભ્ય આપ છોડવા માટે તૈયાર થયો નથી.

વધુ વાંચો : AAPમાં ભંગાણની આશંકાએ બોલાવવી પડી બેઠક