×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાગલા વખતે પાકિસ્તાન જઈને વસેલા મુસ્લિમોનુ ત્યાં કોઈ સન્માન નથીઃ મોહન ભાગવત

નવી દિલ્હી,તા.13 ઓકટોબર 2021,બુધવાર

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનુ કહેવુ છે કે, ભાગલા વખતે જે મુસ્લિમો પાકિસ્તાન જતા રહ્યા હતા તેમનુ ત્યાં કોઈ સન્માન નથી. જ્યારે ભારતીય સંસ્કૃતિ ઉદારવાદી સંસ્કૃતિ છે.

વીર સાવરકરને લગતા એક પુસ્તકના વિમોચન પ્રસંગે આરએસએસના સુપ્રીમ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ભારતની સંસ્કૃતિ બધાને બાંદી રાખે છે. સાવરકરે લખ્યુ હતુ કે, કેવી રીતે હિન્દુ રાજાનો ભગવો ઝંડો અને મુસ્લિમ નવાબનો લીલો જંડો બ્રિટિશ શાસન સામે એક થઈને ઉભો હતો. હિન્દુ રાષ્ટ્રવાદ એકતા પર ભાર મુકે છે. સાવરકરજીને ખબર હતી કે અંગ્રેજ ભાગલા પાડીને રાજકરોની નીતિમાં માને છે અને એટલે જ તેમણે દેશના લોકોમાં રાષ્ટ્રવાદ વધારવા પર કામ કર્યુ હતુ. સાવરકરે આંદામાનની જેલમાં અંગ્રેજોની રણનીતિનો અનુભવ કર્યો હતો.

મોહન ભાગવતે કહ્યુ હતુ કે, સર સૈયદ અહેમદ ખાન પોતાને ભારત માતાના પુત્ર ગણાવતા હતા. તેમની પૂજાની રીત ઈસ્લામિક હતી. ભારતમાં પહેલા પણ કટ્ટરવાદની લહેર હતી. ઈતિહાસમાં જ્યાં દારા શિકોહ અને અકબર છે તો બીજી તરફ ઔરંગઝેબ પણ છે. આવા તો ઘણા નામો છે.

તેમણે કહ્યુ હતુ કે, તાજેતરમાં જ મેં જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને જોયુ હતુ કે, અહીંયા ક્રાંતિકારીઓના નામ પર સ્કૂલોના નામ રાખવાનુ શરૂ કરાયુ છે. જે ભારતમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ નિર્ણય આવકાર્ય હશે. પૂજાના પ્રકારમાં અંતર હોઈ શકે છે પણ આપણા પૂર્વજો તો એક જ છે. આપણે આપણી માતૃભૂમિને બદલી શકીએ નહીં.