×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભલે 70 મહિના લાગે પણ કલમ 370 માટે લડતા રહીશું, ઉમર અબ્દુલ્લાનુ નિવેદન


નવી દિલ્હી,તા.26.જૂન,2021

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તાજેતરમાં પીએમ મોદી સાથે રાજકીય પાર્ટીઓની થયેલી બેઠક અંગે કહ્યુ છે કે, આ બેઠક સારા માહોલમાં યોજાઈ હતી અને તમામ રાજકીય પક્ષોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

તેમના કહેવા પ્રમાણે કલમ 370 મુદ્દે કોઈ માંગણી હાલના તબક્કે કરવી બેવકૂફી છે.કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં હાલમાં કોઈ વાત કરી નથી અને અમે લોકોને એ વાતની ખાતરી આપી શકીએ તેમ નથી કે કલમ 370 ફરી લાગુ કરવામાં આવશે.જોકે તેનો અર્થ એ પણ નથી કે અમે કલમ 370 હટાવવાની માંગણી છોડી દીધી છે.મહેબૂબા મુફ્તી જ નહીં ફારુખ અબ્દુલ્લા પણ કહી ચુકયા છે કે, ભાજપને પોતાના એજન્ડામાં સફળ થવામાં 70 વર્ષ લાગી જશે.અમે અમારા મિશનથી પાછળ હટવાના નથી પછી ભલે અમને 70 મહિના કેમ ના લાગે.અમારી લડાઈ હજી તો શરુ થઈ છે.જમ્મુ કાશ્મીરના મુદ્દાને અમે કાયદાકીય રીતે ાગળ લઈ જશું.જમ્મુ કાશ્મીરનુ અસ્તિત્વ પાછુ લાવવા અમારે જે પણ કરવુ પડશે તે અમે કરીશું.કારણકે કલમ 370ના હટવાથી લોકો નારાજ છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, પીએમની બેઠકમાં અમને ગઠબંધન તરીકે નહોતા બોલાવાયા.આ બેઠકમાં અમે એવી કોઈ વાત નથી કરી જે અમારા એજન્ડામાં ના હોય.આ બેઠકમાં અમે જે પણ મુદ્દા મુક્યા છે તે પહેલેથી જ અમારા એજન્ડામાં સમાવાયેલા છે.