×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભલે ક્યાંય દેખાય નહિ પણ કોંગ્રેસથી સતર્ક રહેવાની જરૂર: PM મોદીનો સંદેશ

અમદાવાદ,તા. 10 ઓક્ટોબર 2022,સોમવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે આણંદમાં પહોંચીને પીએમ મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધિત કરી હતી.

આણંદમાં PM મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે,મારે તમને થોડા સતર્ક કરવા છે. આ વખતે કોંગ્રેસ પોતાની નવી ચાલ ચલાવી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે.”

Pm મોદીએ વધુમાં કહ્યું કે, મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે, એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.

- આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે: PM મોદી 

- હમણાં ચૂંટણીમાં સતર્ક રહેવાની જરુર.

- કોંગ્રેસ હમણાં ટીવીમાં નથી દેખાતી, પ્રેસ કોન્ફર્ન્સ નથી કરતી એટલે તેને હલકામાં ના લેતાં.

- ઠંજી તાકાતથી કોંગ્રેસ ગોઠવણ કરી રહી છે

- ગામડે ગામડે કોંગ્રેસ ખાટલા બેઠકો કરી રહી છે.

- આપણે રણનીતિમાં નવા પાસા ઉમેરવા પડશે.

પીએમ મોદીએ જણાવ્યું કે, મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસનું ઓળખ બન્યું છે. હવે વિધુત કાર ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડવાનો છે. આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે. તે દુનિયામાં તાકાત આપવાનું કામ કરનારું છે. હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ.

ગુજરાતમાં ભાજપના કાર્યને લઇને PM મોદીએ કહ્યું કે, ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપનો સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો તમારા દિલનો પ્રેમ છે, એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.”