×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કહે છે કે, સપા જ ચૂંટણી જીતશેઃ અખિલેશ યાદવ


લખનૌ, તા. 4. જાન્યુઆરી. 2022 મંગળવાર

યુપી વિધાનસભાની ચૂંટણીમાં હાલની સ્થિતિને જોતા એવુ લાગી રહ્યુ છે કે, ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો થશે.

જોકે ભાજપના હિન્દુ કાર્ડની સામે હવે અખિલેશ યાદવ પણ ભગવાનનુ નામ જપી રહ્યા છે.અખિલેશ યાદવે આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યુ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કહે છે કે, સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે એલાન કર્યુ હતુ કે, મારી પાર્ટી જે બેઠક પરથી કહેશે તે બેઠક પરથી હું ચૂંટણી લડીશ.યોગી આદિત્યનાથ પરીક્ષામાં ફેલ થઈ ગયા છે અને હવે ભાજનપા નેતાઓ તેમને ચોરી કરીને પાસ કરાવવા માટે ઉતરી પડ્યા છે.

સીએમ યોગીને મથુરાથી ચૂંટણી લડાવવા માટે ભાજપના સાંસદે કરેલી માંગ અંગે અખિલેશે કહ્યુ હતુ કે, યોગી આદિત્યનાથ ચૂંટણી લડવા જ્યાં જશે ત્યારે તે વિસ્તારના લોકો રોજગારી, ખેડૂતોની આવક બમણી થવા અંગે સવાલો પૂછશે.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપના નેતાઓના લાંબા લાંબા ભાષણોમાં કેડૂતોની વાત હોતી નથી.ભાજપની નજર વોટ બેન્ક પર જ છે.એટલા માટે જ સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે.300 યુનિટ મફત વિજળીનો વાયદો અમે કર્યો છે અને કરંટ ભાજપને લાગ્યો છે.આ વચન સમાજવાદી પાર્ટી પૂરૂ કરશે.