×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ભગવાન શિવ SC/ST હોઈ શકે' કહેનારા JNU કુલપતિ સામે રાસુકા લગાવવાની માગણી


- શાંતિશ્રી ધુલીપુડી પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તેઓ માત્ર બી.આર આંબેડકરના વિચારની વ્યાખ્યા કરી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર

દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડીએ હિન્દુઓના આરાધ્ય ભગવાન શંકર વિશે આપેલા નિવેદન મામલે ભારે વિવાદ જાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'માનવ-વિજ્ઞાનની દૃષ્ટિએ' દેવતાઓ ઉચ્ચ જાતિના નથી અને ભગવાન શિવ પણ અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી હોઈ શકે છે.

આ મામલે લોની ખાતેના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે જેએનયુના કુલપતિ વિરૂદ્ધ લોની થાણામાં ફરિયાદ લખાવી છે. તેમણે કુલપતિ વિરૂદ્ધ રાસુકા એટલે કે, રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવાની માગણી કરી છે. નંદકિશોરે પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, સોમવારના રોજ જેએનયુમાં એક વ્યાખ્યાન દરમિયાન કુલપતિએ હિન્દુ દેવી-દેવતાઓને જાતિઓમાં વહેંચવાનો નિમ્ન કક્ષાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ તેમણે હિન્દુ ધર્મ અને શાસ્ત્રો પ્રમાણે ભગવાન કોઈ જાતિ, ઉંચ-નીચ, ગરીબ-અમીરના બંધનોથી અલગ હોવાનું પણ જણાવ્યું હતું. 

હિન્દુ ધર્મની એકતા તોડવા પ્રયત્ન

ભાજપના ધારાસભ્યએ શાંતિશ્રી ધુલીપુડીના નિવેદનને હિન્દુ ધર્મની એકતા તોડવા માટે અપાયેલું નિવેદન ગણાવ્યું હતું અને ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી. 

કુલપતિની સ્પષ્ટતા

વિવાદ બાદ શાંતિશ્રી ધુલીપુડી પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તેઓ માત્ર બી.આર આંબેડકરના વિચારની વ્યાખ્યા કરી રહ્યા હતા. આ સાથે જ તેમણે એકેડેમિક વ્યાખ્યાનના રાજનીતિકરણ સામે પણ સવાલો કર્યા હતા. 

વધુ વાંચોઃ JNUના VCએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ભગવાન શિવ SC/ST હોઈ શકે છે, કોઈ દેવતા બ્રાહ્મણ નથી