×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્લેક ફંગસના જોખમ વચ્ચે રાહતના સમાચાર, 10 લાખ Amphotericin ઈન્જેક્શન આપશે આ અમેરિકી કંપની


- દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11,000 કરતા પણ વધારે કેસ નોંધાયા 

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસના કારણે મુશ્કેલી વધી છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11,000 કરતા પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. બ્લેક ફંગસની સૌથી વધારે અસર ગુજરાતમાં નોંધાઈ છે જ્યાં તેના 2,800 જેટલા કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2,700 છે. આંધ્ર પ્રદેશમાં 700 દર્દીઓ બ્લેક ફંગસનો સામનો કરી રહ્યા છે જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ બ્લેક ફંગસના 620 દર્દીઓ છે. 

બ્લેક ફંગસના કેસ વધી રહ્યા હોવાથી તેની સારવાર માટેના ઈન્જેક્શનની પણ તંગી નોંધાઈ છે. વડાપ્રધાન મોદીએ બ્લેક ફંગસની સારવાર માટેના એમ્ફોટેરિસિન ઈન્જેક્શન કોઈ પણ જગ્યાએથી ઉપલબ્ધ કરવા આદેશ આપ્યો છે. આ કારણે સ્વાસ્થ્ય વિભાગે અનેક દેશોનો સંપર્ક સાધ્યો હતો અને જાણવા મળ્યા મુજબ અમેરિકા સ્થિત ગિલિયડ સાયન્સીઝ બોર્ડ ભારતને વેક્સિન સપ્લાય પૂરો પાડવા આગળ આવ્યું છે. 

અત્યાર સુધીમાં એમ્ફોટેરિસિન ઈન્જેક્શનની 1,21,000થી પણ વધારે શીશીઓ ભારત પહોંચી ચુકી છે. જ્યારે અન્ય 85,000 શીશીઓ રસ્તામાં છે. જાણવા મળ્યા મુજબ અમેરિકી કંપની આશરે 1 મિલિયન ડોઝ પૂરા પાડશે. આ જ રીતે બાકીના દેશોનો સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે. સરકાર બ્લેક ફંગસ સામેની લડાઈમાં દવા કે ઈન્જેક્શનની તંગી ન આવે તે માટે પ્રયત્ન કરી રહી છે.