×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્લેક ફંગસના કેસમાં સતત વધારો, 8,848 લોકો આવ્યા લપેટમાં, ઈન્જેક્શનના 23,680 ડોઝની ફાળવણી


- દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં વધી રહેલી માંગની આપૂર્તિ માટે ઈન્ટરનેશનલ સ્તરે દવા ખરીદવા સૂચન કર્યું

નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર

કોરોનાના કહેર વચ્ચે દેશમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી બ્લેક ફંગસના 8,848 કેસ સામે આવ્યા છે અને 200થી વધારે લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે અનેક રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરી દીધી છે. બ્લેક ફંગસના કેસ વધી રહ્યા હોવાથી તેની સારવારમાં વપરાતી એન્ટી ફંગલ દવા એમ્ફોટેરિસિન-બીની માંગ પણ વધી રહી છે. 

આ દરમિયાન શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એમ્ફોટેરિસિન-બીના કુલ 23,680 વધારાના ડોઝ ફાળવવામાં આવ્યા હતા. રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં વધી રહેલી માંગની આપૂર્તિ માટે ઈન્ટરનેશનલ સ્તરે દવા ખરીદવા સૂચન આપ્યું હતું. 

10 સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈકોસિસના 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે અને તેના કારણે 90 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 1,163 કેસ સામે આવ્યા છે અને 61 લોકોના મોત થયા છે. તે સિવાય મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક અને તેલંગાણામાં પણ તેના અનેક કેસ નોંધાયા છે. 

શું છે બ્લેક ફંગસ

બ્લેક ફંગસ એ એક દુર્લભ સંક્રમણ છે જેને મ્યુકરમાઈકોસિસ પણ કહે છે. તે કોવિડ-19ના દર્દીઓ અથવા તેમાંથી સાજા થઈ ચુકેલા લોકોમાં ખતરનાક સાબિત થઈ રહી છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો 50થી 80 ટકા દર્દીઓના મોત થાય છે. આ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે જે ખાસ કરીને એવા લોકોને થાય છે જે કોઈને કોઈ બીમારીના કારણે દવાઓ પર છે. આવા લોકોમાં રોગાણુઓ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. આવા લોકોમાં હવા દ્વારા સાઈનસ અથવા ફેફસામાં સંક્રમણ ફેલાય છે.