×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્લાઈન્ડ ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતી ઈતિહાસ રચ્યો

IMAGE : TWITTER












અમદાવાદ, 17 ડિસેમ્બર 2022, શનિવાર

ભારતના ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી બ્લાઈન્ડ ટી20 વર્લ્ડકપની ટ્રોફી પર કબજો કરી લીધો છે. ભારતએ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં 120 રનથી જીત મેળવીને ટ્રોફી જીતી હતી. આ પહેલા ભારતે અહીં પ્રથમ બેટિંગ કરતા 277 રન બનાવ્યા હતા, ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વિકેટ ગુમાવીને આ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ 2022 પર કબજો કર્યો. આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો છે, આ પહેલા 2012 અને 2017માં પણ બ્લાઈન્ડ ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ જીતી હતી.

ભારત તરફથી બે સદી ફટકારવામાં આવી હતી
ભારતને આ મેચમાં બે સદી મળી હતી, જેમાં સુનીલ રમેશે 63 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન અજય રેડ્ડીએ 50 બોલમાં 100 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 157 રન બનાવી શકી હતી. આ વખતે ભારત આ વર્લ્ડકપનું યજમાન હતું, જ્યારે હવે આગામી વર્લ્ડ કપ 2024માં રમાશે. આ વર્લ્ડકપ પાકિસ્તાનમાં યોજાશે. વર્તમાન વર્લ્ડકપમાં પાકિસ્તાની ખેલાડીઓના વિઝાને લઈને ઘણો વિવાદ થયો હતો.