×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રેકિંગ : અમદાવાદના ઓઢવમાં 4 મૃતદેહ મળ્યા


- હજુ બે વ્યક્તિની લાશ હોવાની શંકા

- હત્યા કે સામુહિક આપઘાત ઘુંટાતું રહસ્ય

અમદાવાદ,તા 29 : અમદાવાદ શહેરના ઔધોગિક વિસ્તાર એવા ઓઢવના વિરાટનગરના એક મકાનમાંથી 4 લાશ મળી આવી છે.  પોલીસે મકાનનો દરવાજો તોડીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર એક બંધ મકાનમાં તાળું તોડી કોઈ અંદર ઘ્રુસ્યું હોય તેવી શક્યતા છે. આ મકાનમાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે. હજુ બીજી બે વ્યક્તિની લાશ હોવાની શંકા આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઓઢવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘણા સમય પહેલા હત્યા કે આત્મ હત્યા કરી હોવાથી પાંચેય મૃતદેહો સડેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે પોલીસે આસપાસના લોકોના નિવેદનો લઈને લાશોની ઓળખ પડખની કામગીરી હાથ ધરી છે.