×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિસ્બેનમાં ભારતીય દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત, ઓસ્ટ્રેલિયાના PMએ મોદીને 'BOSS' ગણાવ્યા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. તેઓ સિડની ખતે કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જોડાય તે પહેલાં આ સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો અને પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેનાં તમામ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.


છેલ્લા નવ વર્ષમાં 28 લાખ કરોડ રૂપિયાથી વધુ જરૂરિયાતમંદોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા: PM મોદી 

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે હું 2014માં આવ્યો ત્યારે મેં દરેક ભારતીય માટે સપનું જોયું કે દરેક ગરીબનું બેંક ખાતું હોવું જોઈએ અને આજે દેશમાં તે શક્ય બન્યું છે.  જન ધન બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને આધાર આઈડીની ચેઈન શરૂ કરી છે. એક ક્લિક પર કરોડો દેશવાસીઓને ડાયરેક્ટ મની ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષમાં 28 લાખ કરોડ રૂપિયાથી વધુ જરૂરિયાતમંદોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

સિડનીની ધરતી પર ગરબા અને અન્ય પારંપરિક નૃત્ય 

PM મોદી જનસંબોધન કરવા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં સ્ટેડિયમ સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં નૃત્યકારો ગરબા અને અન્ય પારંપરિક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને સિડનીની ધરતી પર પ્રચલિત કરી રહ્યા છે. 

સિડનીમાં નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીમાં કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં સભા સંબોધશે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન PM એંથની અલ્બાનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર 20 હજાર સીટવાળા આ સ્ટેડિયમની તમામ ટિકીટો વેચાઈ ગઈ છે. આ કાર્યક્રમને ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે.