×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનમાં રહેતી ગુજરાતી મૂળની ખુશી પટેલ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ

બ્રિટનમાં રહેતી ગુજરાતી મૂળની ખુશી પટેલ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-૨૦૨૨ની બ્યૂટી સ્પર્ધામાં વિજેતા બની હતી. અમેરિકામાં રહેતી ભારતીય મૂળની વૈદેહી ડોંગરે ફર્સ્ટ રનર અપ અને શ્રુતિકા માને સેકન્ડ રનર અપ જાહેર થઈ હતી.મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ વિદેશમાં ચાલતી સૌથી લાંબાં સમયની ભારતીય બ્યૂટી સ્પર્ધા છે. એમાં ભારતીય મૂળની સુંદરીઓ ભાગ લે છે. ગુજરાતી મૂળની બ્રિટનમાં રહેતી ખુશી પટેલ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-૨૦૨૨ની સ્પર્ધામાં વિજેતા બની હતી. ખુશી પટેલ બ્રિટનમાં બાયોમેડિકલનો અભ્યાસ કરે છે. તે સાથે પોતાનો ક્લોથિંગ સ્ટોર પણ ચલાવે છે. વિજેતા બન્યા પછી ખુશી પટેલે કહ્યું હતું કે હવે તે એક વર્ષ સુધી વિવિધ ચેરિટી કાર્યક્રમોમાં ભાગીદાર બનશે. ખાસ તો ત્રીજા વિશ્વના દેશમાં જઈને એ ચેરિટી કાર્યક્રમો કરશે.આ સ્પર્ધાના ફાઈનલમાં કુલ ૧૨ સુંદરીઓ પહોંચી હતી. એમાંથી અમેરિકામાં રહેતી વૈદેહી ડોંગરે ફર્સ્ટ રનર અપ, શ્રુતિકા માને સેકન્ડ રનર અપ બની હતી. ૨૯ વર્ષથી યોજાઈ રહેલી આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી ભારતીય મૂળની યુવતીઓ ભાગ લે છે.મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડ વાઈડ-૨૦૨૨ની સ્પર્ધામાં ગુયાનામાં રહેતી ભારતીય મૂળની રોશની રઝાક વિજેતા બની હતી. અમેરિકાની નવ્યા પેનગોલ ટીનેજ કેટેગરીમાં ફર્સ્ટ અને ચિક્યૂતા મલાહા સેકન્ડ રનર અપ બની હતી.