×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનઃ પેટાચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર મોદીની તસવીરથી હંગામો


- આ પ્રચાર સામગ્રીને લઈને લેબર પાર્ટીના નેતાઓ પણ એકમત નથી

નવી દિલ્હી, તા. 30 જૂન, 2021, બુધવાર

બ્રિટનનું મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટી હાલ એક તસવીરને લઈ ભારતીય પ્રવાસી સમૂહોના નિશાના પર છે. તે તસવીરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેખાડવામાં આવ્યા છે. આ તસવીર ઉત્તરી ઈંગ્લેન્ડમાં યોજાનારી પેટાચૂંટણીના પ્રચારમાં ભારતની ખોટી છબિ દર્શાવવા છાપવામાં આવી છે. આ કારણે ભારતીય પ્રવાસી સમૂહો લેબર પાર્ટીને હવે 'વિભાજનકારી' અને 'ભારત વિરોધી' કહી રહ્યા છે. 

લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર વડાપ્રધાન મોદી કંઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે હાથ મિલાવતા હોય તેવી તસવીર છાપવામાં આવી છે. લેબર પાર્ટીની આ પ્રચાર સામગ્રીમાં લખ્યું છે કે, 'જો ત્યાંના લોકોએ બીજી પાર્ટીને મત આપ્યો તો આવી તસવીર જોવા મળે તેનું રિસ્ક છે, પરંતુ લેબર પાર્ટી આ મામલે સ્પષ્ટ છે.'

મોદીની તસવીરના કારણે ફસાઈ લેબર પાર્ટી

બોરિસ જોનસનની કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વીટર પર આ પોસ્ટર શેર કરીને લેબર પાર્ટી સામે સવાલ ઉઠાવ્યા હતા. હોલ્ડને લખ્યું હતું કે, શું આનો અર્થ એવો થાય કે, લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર ભારતીય વડાપ્રધાન સાથે હાથ મિલાવતા નહીં જોવા મળે.'

ભારતીય સમુદાયના સંગઠન કંઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ પણ લેબર પાર્ટીને ઘેરી છે. સાથે જ એવો સવાલ કર્યો છે કે શું લેબર પાર્ટીનો કોઈ વડાપ્રધાન કે રાજનેતા વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે સંબંધ રાખવાની ના પાડી દેશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના 15 લાખ કરતા વધારે સદસ્યો માટે તમારો આ સંદેશોછે. 

આ પ્રચાર સામગ્રીને લઈને લેબર પાર્ટીના નેતાઓ પણ એકમત નથી. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ તેને તાત્કાલિક પાછું ખેંચવા માગણી કરી છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાની ટીકા કરી છે.