×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિજભૂષણ ફસાયો : 1 તસવીર, 17 લોકોની જુબાની… મહિલા કુસ્તીબાજનું 6 જગ્યા પર યૌન શોષણ… ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા.11 જુલાઈ-2023, મંગળવાર

બ્રિજભૂષણ શરણ સિંહ અને મહિલા કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં 6 જગ્યાએ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી થઈ હોવાની પુષ્ટિ કરાઈ છે. ઉપરાંત મીડિયામાં એક એવી તસવીર સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ તે તસવીર છે, જેના કારણે દિલ્હી પોલીસને બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની ફરજ પડી.

તસવીરના આધારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટમાં પીડિત કુસ્તીબાજ દ્વારા પોલીસ અને મેજિસ્ટ્રેટની સામે આપેલા નિવેદનનું સમર્થન કરનારા 16-17 લોકોએ આરોપોના પક્ષમાં જુબાની આપી છે. આ ચાર્જશીટમાં તેમના પતિ સહિત 6 પીડિત કુસ્તીબાજોના પરિવારજનોને સાક્ષી બનાવાયા છે. બીજી તરફ કુસ્તીબાજના સાથી 3 લોકોએ પીડિતાના સમર્થનમાં નિવેદન આપી જુબાની આપી છે. આ ઉપરાંત કુસ્તીબાજો દ્વારા પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ અપાયા છે. આ તસવીર પણ ચાર્જશીટનો એક ભાગ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તસવીરના આધારે દિલ્હી પોલીસે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

108 સાક્ષીઓની પૂછપરછ

ઉલ્લેખનિય છે કે, દિલ્હી પોલીસે તપાસ દરમિયાન 108 સાક્ષીઓની પૂછપરછ કરી... આ સાક્ષીઓમાં WFIના અધિકારીઓ, કોચ, કુશ્તી સ્પર્ધાઓના રેફરી, સહભાગી વગેરેનો સમાવેશ થાય છે. 108માંથી 16-17 સાક્ષીઓએ કુસ્તીબાજો દ્વારા કરાયેલા આરોપોને સમર્થન આપ્યું છે.

આખરે પોલીસની ચાર્જશીટમાં શું છે ?

દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જે બાબતો કહી છે. તેમાં જણાવાયું છે કે, બ્રિજભૂષણ પર જાતીય સતામણી, છેડતી અને પીછો કરવાના ગુના માટે કાર્યવાહી અને સજા થઈ શકે છે. બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354, કલમ 354A, કલમ 354D હેઠળ કેસ નોંધાયો છે. ચાર્જશીટમાં એમ પણ કહેવાયું છે કે, બ્રિજભૂષણને કેસમાં સુનાવણીનો સામનો કરવા માટે સાક્ષીઓ અને દસ્તાવેજોની તપાસ માટે બોલાવાઈ શકે છે.

6 જગ્યાઓ પર કરાઈ જાતીય સતામણી

માહિતા અહેવાલો મુજબ સિરીફોર્ટ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ દરમિયાન એક તસવીર લેવાઈ હતી. ચાર્જશીટ મુજબ મહિલા કુસ્તીબાજે કુલ 6 જગ્યાઓનો ઉલ્લેખ કર્યો છે, તે જગ્યાઓ પર પીડિતાને લાગ્યું છે કે, બ્રિજભૂષણે તેની છેડતી કરી... દિલ્હી પોલીસની ચાર્જશીટમાં જણાવાયું છે કે, 6 મુખ્ય કુસ્તીબાજોની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધારે બ્રિજભૂષણે જાતીય સતામણી, છેડતી અને પીછો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.