×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિજભૂષણની ધરપકડ કરવા પહેલવાનોનું અલ્ટીમેટમ પૂરું, આજે મહાપંચાયત, દેખાવો ઉગ્ર થવાની શક્યતા

image : Twitter


ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના પ્રદર્શનને લઈને એક નવું અપડેટ આવ્યું છે. રવિવારે (21 મે) રોહતકમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં ખાપ પંચાયતના વડા પણ ભાગ લેશે અને ભવિષ્યની વ્યૂહરચના અંગે મોટા નિર્ણયો લેવામાં આવશે.

ખાપ પંચાયત પણ યોજાશે 

દરમિયાન રોહતકમાં ખાપ પંચાયત પણ યોજાવાની છે, જેમાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટમાંથી એક રોહતક જશે. આમ તો સાક્ષી મલિકના જવાની પ્રબળ શક્યતા છે. રોહતકમાં કુસ્તીબાજો દ્વારા બનાવવામાં આવેલી સમિતિના લોકો અને ખાપ પંચાયતના વડા સાથે સમર્થકો પણ હશે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાવાની છે અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરવામાં આવશે.

કુસ્તીબાજો પણ જંતર-મંતર પર રહેશે

ત્રણમાંથી એક કુસ્તીબાજ રોહતકની બેઠકમાં ભાગ લેશે અને બાકીના કુસ્તીબાજો તેમના સમર્થકો સાથે જંતર-મંતર પર રહેશે. ભીમ સેના પણ જંતર-મંતર પહોંચવાની ચર્ચા છે. આ સિવાય વિરોધ કરી રહેલા કુસ્તીબાજો 23 મેના રોજ સાંજે 4 વાગ્યે ઈન્ડિયા ગેટથી કેન્ડલ માર્ચ કાઢશે. કુસ્તીબાજોના વિરોધના 27 દિવસ પૂર્ણ થયા છે અને 23મી મેના રોજ એક મહિનો પૂર્ણ થશે. બ્રિજભૂષણ સિંહની ધરપકડનું અલ્ટીમેટમ પણ રવિવારે (21 મે) સમાપ્ત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હીની સરહદોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.