×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોલિવુડના જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન


મુંબઇ, તા. 16 ફેબ્રુઆરી 2022, બુધવાર

સંગીત જગતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે.  હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરી 69 વર્ષના હતા. 

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બપ્પી લાહેરી ઘણા સમયથી બીમાર હતા અને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

70 અને 80ના દાયકામાં તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત 'ભંકાસ' હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી 3' માટે બનાવ્યું હતું.

બપ્પી લાહેરીનું સાચું નામ આલોકેશ લાહેરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બંસરી લાહેરી છે. બપ્પી લાહેરીને બે બાળકો છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કર્યું, “રોકસ્ટાર બપ્પી લાહિરીજીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. વિશ્વાસ નથી કરી શકતો કે મારા પાડોશી હવે નથી રહ્યા. તમારું સંગીત હંમેશા અમારા હૃદયમાં રહેશે.

બપ્પી લાહિરી પહેલા સ્વરા કોકિલા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.