×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બે દેશ નહીં બે રાજ્યો વચ્ચે બોર્ડરનો વિવાદ, આસામ અને મિઝોરમ પોલીસ આમને-સામને


નવી દિલ્હી,તા.3.જૂલાઈ,2021

બે દેશો વચ્ચે સરહદનો વિવાદ થાય તે તો સમજી શકાય છે પણ ભારતના બે રાજ્યો સરહદના મામલે એક બીજાની સાથે ટકરાવમાં ઉતર્યા છે.

મિઝોરમ પોલીસે આસામ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, મિઝોરમના પોલીસ જવાનો દ્વારા બનાવવામાં આવેલા બે કામચલાઉ કેમ્પને આસામ પોલીસે નુકસાન પહોંચાડ્યુ છે.આ આરોપ બાદ બંને રાજ્યોની સરહદ પર તનાવ વધી ગયો છે.મિઝોરમના કોલાસિબ જિલ્લાના તંત્રના કહેવા પ્રમાણે રાજ્યની પોલીસે બોર્ડર એરિયામાં ત્રણ કેમ્પ ઉભા કર્યા હતા.જેમાંથી બેને આસામ પોલીસે નુકસાન પહોંચાડયુ છે.

જેના જવાબમાં આસામનુ કહેવુ છે કે, આ કેમ્પ આસામની બોર્ડરમાં બનાવવામાં આવ્યા હતા, મિઝોરમ પોલીસે આસામમાં ઘૂસણખોરી કરીને જંગલની જમીન પર કેમ્પ લગાવ્યા હતા.આસામ સરકારનુ કહેવુ છે કે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યુ હતુ તે વખતે કામચલાઉ કેમ્પ જોવા મળ્યા હતા.જે જંગલની જમીન પર બનાવાયા હતા અને સુપ્રીમ કોર્ટનુ ચકહેવુ છે કે, વન વિસ્તારમાં કોઈ પણ પ્રકારનુ દબાણ થઈ શકે નહીં.

આસામ સરકારે વધુમાં કહ્યુ છે કે, મિઝોરમ અને આસામના અધિકારીઓ વચ્ચે બોર્ડર બેઠક થવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે જમીન પર શું ચાલી રહ્યુ છે.આસામ દ્વારા આ મામલે મિઝોરમ સરકારને પત્ર પણ લખવામાં આવ્યો છે.