×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બેકાબૂ થયેલુ ચીનનુ રોકેટ ધરતી તરફ ધસી રહ્યુ છે, ન્યૂયોર્કમાં રોકેટનો કાટમાળ ખાબકે તેવી દહેશત

નવી દિલ્હી,તા.7 મે 2021,શુક્રવાર

અંતરિક્ષમાં બેકાબૂ બનીને હવે પૃથ્વી તરફ ધસી રહેલા ચીનના રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર ખાબકે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

ચીનના લોન્ગ માર્ચ ફાઈવ બી નામના રોકેટની પહેલી તસવીર ઈટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.જેમાં રોકેટનો ચમકદાર હિસ્સો જોઈ શકાય છે.એવુ મનાઈ રહ્યુ છે કે, રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર પડી શકે છે.

આ રોકેટ તે સમયે ચર્ચામાં આવ્યુ હતુ જ્યારે ગયા સપ્તાહે પહેલી વખત તે પૃથ્વી પર ખાબકે તેવી આસંકા વ્યક્ત કરાઈ હતી.આ રોકેટનુ વજન 21 ટન જેટલુ છે.એ વાતની પણ શક્યતા છે કે, તેનો કાટમાળ રહેણાંક વિસ્તારમાં ખાબકે.રોકેટ ઝડપથી પૃથ્વી તરફ ધસી રહ્યુ છે.તસવીરથી ખબર પડી રહી છે કે તેમાંથી આગની જ્વાળાઓ પણ નીકળી રહી છે.હાલમાં તે પૃથ્વીથી 435 માઈલ ઉપર છે.

દુનિયાભરની સ્પેશ એજન્સીઓ આ રોકેટને ટ્રેક કરી રહી છે.જેની પાછળનુ કારણ તે ધરતી પર પટકાય તે પહેલા તકેદારીના ભાગરુપે તૈયારીઓ કરવાનુ છે.અમેરિકાની સરકારે ચેતવણી આપી છે કે, શનિવારે એટલે કે 8 મેના રોજ તે પૃથ્વી પર ક્રેશ થઈ શકે છે.જે દરિયાન તેના કાટમાળનો વરસાદ થઈ શકે છે.

હાલમાં રોકેટની ઝડપ પ્રતિ સેકંડ ચાર માઈલની છે.જોકે તે પૃથ્વી પર ક્યાંથી પ્રવેશ કરશે તેની સ્પષ્ટ જાણકારી નથી.રોકેટનુ કદ 100 ફૂટ લાંબુ અને 16 ફુટ પહોળુ છે.

અમેરિકાના આવકાશ યાત્રી જોનાથન મેકડોવેલ કહે છે કે, હાલમાં રોકેટની જે દીશા છે તે  જોતા એવુ લાગે છે કે, ન્યૂયોર્ક અને મેડ્રિડની સાથે દક્ષિણી ચીલી અને વેલિંગ્ટન વચ્ચે કોઈ પણ જગ્યાએ તે ખાબકી શકે છે.શક્યતા એવી પણ છે કે, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે ઘર્ષણની સાથે તે સળગી જશે પણ તેના કેટલાક ટુકડા ધરતી પર પડી શકે છે.