×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહાર પેટા ચૂંટણીઃ આખરે તેજ પ્રતાપે ફસાવી તેજસ્વીની ગેમ, આ બેઠક પર કરશે કોંગ્રેસી ઉમેદવારનું સમર્થન


- તારાપુર વિધાનસભા બેઠક પર તેઓ આરજેડી ઉમેદવારને સમર્થન આપશે

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2021, રવિવાર

બિહાર પેટા ચૂંટણી પહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપે પોતાના નાના ભાઈ અને નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ સામે મોટો પંગો લીધો છે. બંને ભાઈઓ વચ્ચે સંઘર્ષના સતત સમાચાર વચ્ચે તેજ પ્રતાપે પોતે બિહાર પેટા ચૂંટણીમાં કુશેશ્વરસ્થાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અતિરેક કુમારને પોતાનું સમર્થન આપશે તેવી જાહેરાત કરી છે. 

થોડા દિવસો પહેલા અતિરેક કુમારના પિતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડો. અશોક કુમાર તેજ પ્રતાપને મળ્યા હતા અને પોતાના ઉમેદવાર દીકરા માટે તેમનું સમર્થન માગ્યુ હતું. જોકે તેજ પ્રતાપે જાહેરાત કરી છે કે, તારાપુર વિધાનસભા બેઠક પર તેઓ આરજેડી ઉમેદવારને સમર્થન આપશે. 

તેજ પ્રતાપ યાદવ આરજેડીના ધારાસભ્ય છે અને ધારાસભ્ય હોવા છતાં તેઓ કોંગ્રેસી ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે. આ રીતે તેમણે તેજસ્વી યાદવને મોટો ઝાટકો આપવાની સાથે જ તેમના વિરૂદ્ધ બગાવતનુ બ્યુગલ પણ ફૂંક્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુશેશ્વરસ્થાન અને તારાપુર બેઠક પર 30 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. બંને બેઠકો પર આરજેડી અને કોંગ્રેસે એકબીજા વિરૂદ્ધ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. કોંગ્રેસી ઉમેદવારને સમર્થન આપીને તેજ પ્રતાપે પાર્ટીમાં બગાવતની શરૂઆત કરી છે અને સાથે જ પરિવારની અંદર પણ આ મુદ્દે ઘમાસાણ મચવાનું નક્કી છે.