×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહામાં માનવતા શર્મસાર : એમ્બ્યુલન્સ ના મળતા પરિવારજનો મૃતદેહને બાઇક પર લઇ ગયા

નવી દિલ્હી, તા. 23 એપ્રલ 2021, શુક્રવારકોરોનાએ આખા દેશમાં તાંડવ મચાવ્યું છે. જેના કારણે દેશના અનક રાજ્યોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. આ બધા વચ્ચે બિહારના સાસારામમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શરમાવી છે. દેશ અને રાજ્યની સરકારો દ્વારા કરવામાં આવતી વિકાસની પોલ ખોલી નાંખી છે.સાસારામના સદર હોસ્પિટલમાં એક વૃદ્ધનું મોત થયું. ત્યારબાદ તેમના મૃતદેહને ઘરે લઇ જવા માટે એક એમ્બ્યુલન્સ કે શબવાહિની પણ મળી નહીં. જેથી મજબૂરીમાં પરિવારજનો તેમના મૃતદેહને બાઇક પર લઇને ઘરે ગયા, જ્યારે ત્યાં ઉભેલા પોલીસકર્મીઓ ઉઙા રહીન તમાશો જોતા રહ્યા.જે વૃદ્ધનું મૃત્યું થયું હતું, તેમનું નામ સીતારામ બતાવવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે 70 વર્ષના સીતારામની તબિયત અચાનક ખરાબ થતા તેમને સદર હોસ્પિટલ લઇને આવ્યા હતા, જ્યાં ઇમરજન્સી વોર્ડના ગેટ પર પહોંચ્યા ત્યાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ મૃતદેહને ઘરે લઇ જવાની કોઇ વ્યવસ્થા ના થતા જે બાઇક પર વચ્ચે બેસાડીને તેમને લાવ્યા હતા, તે જ રીતે મૃતદેહને પરત લઇ જવાયો. અધિકારીઓને આ વિશે પુછ્યું તો તમણે કહ્યું કે તેમને કંઇ ખબર નથી,