×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાળકો માટે વેક્સિનેશનઃ PMની જાહેરાત બાદ 10મા-12ના વિદ્યાર્થીઓને રાહત, નિશ્ચિંત થઈને આપી શકશે પરીક્ષા


- વડાપ્રધાને કહ્યું કે, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સે દેશને સુરક્ષિત રાખ્યો છે, તેમનું સમર્પણ બેજોડ છે

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર, 2021ના રોજ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ 15થી 18 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિન ડ્રાઈવની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં 15થી 18 વર્ષની ઉંમર વચ્ચેના જે બાળકો છે તેમના માટે હવે વેક્સિનેશન શરૂ થશે. આગામી વર્ષે 03 જાન્યુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. વેક્સિન લગાવ્યા બાદ શાળા-કોલેજીસમાં જનારા તમામ વિદ્યાર્થીઓને કોરોના સામે સુરક્ષા મળશે. 15થી 18 વર્ષની ઉંમરના બાળકોના વેક્સિનેશનના કારણે 10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકશે.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવશે. આગામી વર્ષે 10 જાન્યુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સે દેશને સુરક્ષિત રાખ્યો છે. તેમનું સમર્પણ બેજોડ છે અને તેઓ હજુ પણ કોવિડ પેશન્ટ્સની મદદ કરી રહ્યા છે. હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરી, 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 

આ સાથે જ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાને અફવા અને બોગસ સમાચારો ન ફેલાવવા માટે પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી બચવા માટે સતર્ક રહેવું પડશે. આપણે સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે અને અમે તેને વધું સારૂં બનાવવા માટે કામ કરવા માગીએ છીએ. આપણે દેશને કોવિડ સામે મજબૂત બનાવવાનો છે.