×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાયો બબલમાં 6 મહિના રહેવાના કારણે ખેલાડીઓ માનસિક-શારીરિક રીતે થાકી ગયાઃ રવિ શાસ્ત્રિ


દુબઇ, તા. 8 નવેમ્બર 2021, સોમવાર

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું ટ્રોફી જીતવાનું સપનું તુટી ગયું છે. શરૂઆતની બંને મેત મોટા અંતરથી હારી જવાના કારણે ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં પાછી ફરી શકી નહીં. કોચ પદેથી વિદાય સમયે રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સ પર ખુલીને વાત કરી અને બાયો બબલની આકરી ટીકા કરી હતી.

ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર રવિ શાસ્ત્રીએ કહ્યું,‘સૌથી મોટી વાત આરામની છે. હું માનસિક રીતે થાકી ચુક્યો છું, પરંતુ મારી ઉમરમાં આવું થાય છે. પરંતુ ખેલાડીઓ માનસિક-શારીરિક રીતે શાકી ચુક્યાં છે, છેલ્લા 6  મહિનાથી બાયો બબલમાં ફરી રહ્યાં છે. જો આઇપીએલ ટી-20 વર્લ્ડ કપ વચ્ચે અંતર થોડું વધારે રહ્યું હોત તો સારૂ પ્રદ્રશન કરી શક્યાં હોત.

મેચ જ્યારે મોટી હોય છે, ત્યારે તમારા ઉપર પ્રેશન વધારે હોય છે. આ સ્થિતિમાં તમે સ્વિચ ઓન થઇ શકતા નથી. આ કોઇ બહાનું નથી, કારણ કે અમને હારનો ડર નથી લાગતો. જો તમે જીતવા માટે રમો છો હાર પણ થઇ શકે છે.  જોકે, એક કારણ X-ફેક્ટરની ગેરહાજરી પણ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપની શરૂઆતની મેચમાં પાકિસ્તા અને ન્યુઝીલેન્ડ સામે પ્રદર્શન કર્યું તેનાથી ટીમ ઇન્ડિયાના ફેન નિરાશ થયા છે. પાકિસ્તાન ભારતની સામે 10 વિકેટે અને ન્યુઝીલેન્ડ 8 વિકેટે જીત્યું હતું.