×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાબા રામદેવે લૉન્ચ કરી કોરોનાની આયુર્વેદિક દવા, પ્રથમ ‘પુરાવા આધારિત’ દવા હોવાનો દાવો


- દવાના ઉપયોગથી 70 ટકા દર્દીઓ માત્ર 3 દિવસમાં સાજા થયા હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

યોગ ગુરૂ બાબા રામદેવે કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરવા માટે વધુ એક દવા લોન્ચ કરી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે નવી દવાની જાહેરાત કરી હતી. તેમના આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા. 

બાબા રામદેવે પતંજલિની કોરોનિલ ટેબ્લેટ વડે કોવિડની સારવાર કરી શકાશે તેમ જાહેર કર્યું હતું. સાથે જ તેમણે આયુષ મંત્રાલયે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે સ્વીકારી લીધી હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોરોનિલ ટેબ્લેટને માત્ર ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવી હતી. બાબા રામદેવે CoPP - WHO GMPના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ પ્રમાણે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા ઘોષિત કરી છે. પતંજલિએ કરેલા દાવા પ્રમાણે આ દવાના ઉપયોગથી 70 ટકા દર્દીઓ માત્ર 3 દિવસમાં સાજા થઈ ગયા હતા. 

બાબા રામદેવે આજના દિવસને ઐતિહાસિક ગણાવીને ચિકિત્સા ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વને લીડ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.