×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાજરા પર ધ્યાન કેન્દ્રીત કરવા અને કોરોનાકાળમાં ઘઉંની નિકાસ કરવા બદલ, UNએ ભારતની કરી પ્રશંસા


યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટે યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળને પગલે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ગયા વર્ષે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરવા બદલ અને બાજરી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે.

ભારતની G-20 પ્રેસિડન્સી વૈશ્વિક ખાદ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવા સક્ષમ

ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના પ્રમુખ અલ્વારો લારીઓએ પણ જણાવ્યું હતું કે, ભારતની G-20 પ્રેસિડન્સી વૈશ્વિક ખાદ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે કારણ કે  નવી દિલ્હીનું જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે એ UN બોડીની પ્રાથમિકતાઓને અનુરૂપ છે.

18 દેશોમાં ભારત દ્વારા 18 લાખ ટન ઘઉંની નિકાસ

તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય કુશળતા વૈશ્વિક દક્ષિણમાં અન્ય દેશોના કૃષિ અને ગ્રામીણ વિકાસને સમર્થન આપી શકે છે. યુક્રેનમાં યુદ્ધને પગલે ગયા વર્ષે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ભારત દ્વારા 18 લાખ ટન ઘઉંની નિકાસની પણ કરી હતી જે પ્રશંસનીય છે.

ભારતનું  બાજરા પુનરુદ્ધાર પર ધ્યાન કેન્દ્રીત

IFAD સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી છે જે ગરીબ અને કમજોર દેશોને ગરીબી, ભૂખમરો અને ખાદ્ય અસુરક્ષા જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તેના પ્રમુખના કહેવા મુજબ ભારતે દક્ષિણ સહયોગમાં વિચારશીલ નેતૃત્વ દર્શાવ્યું છે. બાજરાનાં પુનરુદ્ધાર પર ભારતનું ફરી એકવાર ધ્યાન કેન્દ્રીત કરવું એ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.