×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાગેશ્વર સરકારનો પડકાર : હિંમત હોય તો અન્ય ધર્મ પર ફિલ્મ બનાવો, ભારતમાં રહેવું મુશ્કેલ બનશે

Image : BageshwarDhamSarkar  Twitter

બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં સમાચારમાં છે. નાગપુર વિવાદ બાદ હવે તેણે ફિલ્મ નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બાગેશ્વર સરકારની કથા ચાલી રહી છે. અહીં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મોના બૉયકોટના પુછાયેલા પ્રશ્ન પર કહ્યું હતું કે આવી ફિલ્મો બનાવનારાઓ માટે બૉયકોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. બાગેશ્વર સરકારે કહ્યું કે આ બધુ એક સુવિચારીત ષડયંત્ર છે.  જે લોકો આવી ફિલ્મો બનાવશે તેમને પરિણામ ભોગવવા જ પડશે. આ ઉપરાંત બાગેશ્વર સરકારે કહ્યું કે જો ફિલ્મો બનાવનારમાં હિંમત હોય તો અન્ય ધર્મ પર ફિલ્મ બનાવીને બતાવે. ભારતમાં રહેવું મુશ્કેલ બની જશે.

આદિવાસી વિસ્તારોમાં કથાનું આયોજન

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે ધીમે ધીમે હિંદુ જાગી રહ્યા છે. હિંદુ વિરોધી શક્તિઓને હવે પરિણામ ભોગવવા પડશે. ધર્મ પરિવર્તનના મુદ્દે બાગેશ્વર સરકારે કહ્યું કે બાગેશ્વર ધામ એકમાત્ર સંસ્થા છે જે તે આદિવાસી વિસ્તારોમાં ત્રણ દિવસીય કથાનું આયોજન કરે છે.

નાગપુર વિવાદ પર સ્વીકાર કર્યો પડકાર

નાગપુર વિવાદ પર સ્પષ્ટતા આપતા બાગેશ્વર સરકારે કહ્યું કે જે લોકોએ મને પડકાર આપ્યો છે તેનો હું સ્વીકાર કરું છું. હું રાયપુરમાં 20 અને 21 જાન્યુઆરીએ ફરી દિવ્ય દરબારનું આયોજન કરીશ.